
OMG 2 ઃ- અક્ષય કુમાર જોવા મળ્યા મહાદેવના લૂક માં, પોસ્ટર શેર કરીને લખ્યું ખાસ કેપ્શન
- અક્ષય કુમારની અપકમિંગ ફિલ્મ OMG 2
- અક્ષય કુમારે OMG 2 નું પોસ્ટર કર્યું શેર
બોલિવૂડમાં ઓહ માય ગોડ ફિલ્મ જ્યારે આવી ત્યારે તે ચર્ચાનો વિષ્ય બની હતી. અને આ ફિલ્મ લોકોએ ખૂબ વખાણી પણ હતી ત્યારે હવે એક્શન હિરો અક્ષય કુમાર ઓમજી 2 લઈને આવી રહ્યા છે, તેઓ આ પાર્ટ 2 માં પણ મેન રોલ પ્લે કરતા જોવા મળશે, તાજેતરમાં અભિનેતાએ પોતાના સોશિયલ મીડિયા પર ઓહ માય ગોડ 2 નું એક પોસ્ટર શેર કર્યું છે જેમાં તેઓ મહાદેવના લૂકમાં જોવા મળ્યા છે.
‘कर्ता करे न कर सके शिव करे सो होय ..’
Need your blessings and wishes for #OMG2, our honest and humble attempt to reflect on an important social issue. May the eternal energy of Adiyogi bless us through this journey. हर हर महादेव@TripathiiPankaj @yamigautam @AmitBrai pic.twitter.com/VgRZMVzoDy— Akshay Kumar (@akshaykumar) October 23, 2021
ફિલ્મનો લૂક સામે આવતા જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે,તાજેતરમાં અક્ષય કુમાર મધ્ય પ્રદેશમાં ઓહ માય ગોડ 2 ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે.તેમના સાથે યોમી ગૌતમ અને પંકજ ત્રિપાઠી પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.
અભિનેતા એ એક સાથે બે પોસ્ટર શેર કર્યા છે, જેમાં પહેલા લૂકમાં તેઓ બે હાથ જોડીને ઊભા રહેલા જોવા મળે છે,જેમાં કેપ્શન આપ્યું છે,’ રખ વિશ્વાસ તું શિવ કા દાસ, અને બીજા પોસ્ટરમાં ભગવાન શિવનું રુપ જોવા મળે છે,’અને તેમણે કેપ્શનમાં લખ્યું છે કે, ‘કર્તા કરે ન કર સકે શિવ કરે સો હોય’ …..આ સાથે જ તેમણે OMG 2 માટે આશિર્વાદ અને શુભકામનાઓ પણ માંગી છે.