વેલેન્ટાઈન ડે પર તમારા પાર્ટનર સાથે આ સ્થળોની ટ્રિપ પ્લાન કરી શકો છો
જો તમે તમારા પાર્ટનરને વેલેન્ટાઈન ડે પર ખાસ ટ્રીટ કરવા ઈચ્છો છો, તો તમે આ ફેબ્રુઆરીમાં ટ્રિપ પ્લાન કરી શકો છો. તમે ફેબ્રુઆરી મહિનામાં આ સ્થળોની મુલાકાત લઈ શકો છો.
ગોવા, આંદામાન અને નિકોબાર ટાપુઓ, લક્ષદ્વીપ, કેરળ અને દક્ષિણ ભારતના આ ભાગોની તમે સરળતાથી મુલાકાત લઈ શકો છો. કારણ કે અહીં દિવસો ગરમ અને રાત ઠંડી હોય છે અને વરસાદ ઓછો પડે છે. જે તેને આઉટડોર પ્રવૃત્તિઓ અને બીચ પર આરામ કરવા માટે બેસ્ટ છે.
ગોવા: 32°C આસપાસ તાપમાન સાથે ગરમ દિવસો અને ઠંડી સાંજ, દરિયાકિનારા અને નાઇટલાઇફની શોધ માટે બેસ્ટ.
આંદામાન અને નિકોબાર ટાપુઓ: ઉષ્ણકટિબંધીય આબોહવા, ચોખ્ખું આકાશ અને 23°C થી 30°C વચ્ચેનું તાપમાન, ટાપુ પર ફરવા અને પાણીની રમત માટે ઉત્તમ.
લક્ષદ્વીપ: 25°C થી 30°C ની આસપાસ તાપમાન સાથે સુખદ હવામાન, શાંત પાણી સ્નોર્કલિંગ અને ડાઇવિંગ માટે આદર્શ છે.
કેરળ: હળવું તાપમાન અને લીલીછમ હરિયાળી, હાઉસબોટ પર આરામ કરવા અથવા બેકવોટરની શોધખોળ માટે બેસ્ટ છે.