For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

WTOએ ટેરિફ વિવાદના કારણે વિશ્વના વેપારમાં દોઢ ટકાનાં ઘટાડાનું અનુમાન જાહેર કર્યું

12:03 PM Apr 17, 2025 IST | revoi editor
wtoએ ટેરિફ વિવાદના કારણે વિશ્વના વેપારમાં દોઢ ટકાનાં ઘટાડાનું અનુમાન જાહેર કર્યું
Advertisement

નવી દિલ્હીઃ વિશ્વ વેપાર સંગઠન-WTOએ ટેરિફ વિવાદના કારણે વિશ્વના વેપારમાં દોઢ ટકાનાં ઘટાડાનું અનુમાન જાહેર કર્યું છે. WTOએ જણાવ્યું, આ વર્ષે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ટેરિફના પરિણામે વૈશ્વિક વેપારમાં ઘટાડો થશે. WTOએ વર્ષ 2025 અને 2026 માટે તેના વેપાર અનુમાન જાહેર કરતી વખતે આ વાત કહી.

Advertisement

WTOના ડિરેક્ટર જનરલે એક નિવેદનમાં ચીન-અમેરિકા ટેરિફ વિવાદને ચિંતાજનક ગણાવ્યો છે. તેમણે કહ્યું કે WTO હાલમાં અંદાજ લગાવે છે કે બંને અર્થતંત્ર વચ્ચેના વેપારમાં 81 ટકાનો ઘટાડો થશે અને સ્માર્ટફોન જેવા ઉત્પાદનો માટે તાજેતરમાં છૂટછાટ ન મળી હોત તો તે ઘટીને 91 ટકા સુધી પહોંચી ગયો હોત..

દરમિયાન ભારત અને અમેરિકા 2025ના આાગામી દિવસોમાં ટેરિફ ઘટાડવા માટે દ્વિપક્ષીય વેપાર કરાર (BTA)ના પ્રથમ તબક્કા પર હસ્તાક્ષર કરવા માટે કામ કરી રહ્યા છે. કારણ કે કરારની સંદર્ભ શરતો પહેલાથી જ અંતિમ સ્વરૂપ આપવામાં આવી છે. વાણિજ્ય વિભાગના અધિક સચિવ રાજેશ અગ્રવાલે આજે મંગળવારે (15 એપ્રિલ, 2025) જણાવ્યું હતું કે, 'અમેરિકન ટીમ અહીં આવી ત્યારે ભારત અને અમેરિકા દ્વિપક્ષીય વેપાર કરાર BTA સંદર્ભની શરતોને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું હતું. આ અઠવાડિયાની અંદર વિવિધ પ્રકરણો પર પ્રથમ તબક્કાની વાટાઘાટો વર્ચ્યુઅલી શરૂ થશે અને ભૌતિક રીતે વાટાઘાટો મહિનાના અંતમાં શરૂ થઈ શકે છે.'

Advertisement

વાણિજ્ય સચિવ સુનીલ બર્થવાલે જણાવ્યું હતું કે, 'ભારતે અમેરિકા સાથે વેપાર ઉદારીકરણનો માર્ગ અપનાવવાનો નિર્ણય લીધો છે. જો 2025માં પાનખર ઋતુ પહેલા વેપાર કરાર પૂર્ણ થાય તો ભારત અને અમેરિકા બંનેને ફાયદો થશે.'

જો બંને દેશો ટેરિફ ઘટાડવા અંગે સંમત થશે તો તેનાથી અમેરિકા અને ભારત વચ્ચે વેપાર વધશે. 90 દિવસનો વિરામ કોઈ ચોક્કસ દેશ માટે નથી, તે દરેક માટે છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 9 એપ્રિલના રોજ ભારત સહિત અનેક દેશો માટે વધુ ભારે ડ્યુટીના અમલીકરણને સ્થગિત કર્યું હોવાનું સામે આવ્યું છે, ત્યારે વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે ગયા અઠવાડિયે જણાવ્યું હતું કે, 'અમેરિકા સાથે ખૂબ સારી વાટાઘાટો ચાલી રહી છે.

તેમણે કહ્યું હતું કે, 'વૃદ્ધિ અને વસ્તી વિષયક દૃષ્ટિકોણને ધ્યાનમાં રાખીને ભારત દ્વિપક્ષીય વેપાર કરાર માટે યુનાઇટેડ સ્ટેટ્સ સમક્ષ એક આકર્ષક કેસ રજૂ કરે છે. વૃદ્ધિને જોતાં ભારત આગામી 25-30 વર્ષોમાં મોટી અને મહત્વાકાંક્ષી યુવા વસ્તી દ્વારા માલ અને સેવાઓની માંગમાં વધારો થશે. અમારું માનવું છે કે, ભારત યુએસ સાથે સારા કરાર કરવા માટે એક આકર્ષક કેસ બનશે.

Advertisement
Tags :
Advertisement