વિશ્વ ધરોહર દિવસ : આપણો વારસો, આપણી ઓળખ
18 એપ્રિલના રોજ વિશ્વ ધરોહર દિવસની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે ગુજરાતમાં પણ ઘણા ફરવા લાયક સ્થળોને UNSCO દ્વારા વલ્ડ હેરિટેજ સાઈટમાં દરજ્જો આપવામાં આવ્યો છે. વૈશ્વિક કક્ષાએ યુનેસ્કો દ્વારા અલગ-અલગ દેશમાં વિવિધ વિષય-વસ્તુ આધારિત જાહેર કરવામાં આવેલા ‘વર્લ્ડ હેરિટેજ સાઈટ’ દેશ-વિદેશના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર હોય છે.
વર્ષ 2024માં ગુજરાતમાં આવેલી 4 "વર્લ્ડ હેરિટેજ સાઈટ"ની અંદાજે 12.88 લાખ પ્રવસીઓએ મુલાકાત લીધી તેમજ વિવિધ કુલ ૧૮ હેરિટેજ પ્રકારના સ્થળોની ગત વર્ષે કુલ 36.95 લાખથી વધુ દેશ-વિદેશના પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી. જેનાથી ગુજરાતમાં સ્થાનિક રોજગારીની સાથે સમગ્ર અર્થવ્યવસ્થાને ખૂબ મોટું બળ મળ્યું છે. વૈશ્વિક સંસ્થા યુનાઈટેડ નેશન્સ એજ્યુકેશન સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઈઝેશન- યુનેસ્કો દ્વારા વિશ્વભરમાં દર વર્ષે ૧૮ એપ્રિલના રોજ ‘વર્લ્ડ હેરિટેજ ડે’ તરીકે ઉજવવામાં આવે છે. ગુજરાતમાં પણ સ્થાપત્ય, ઈતિહાસ, જળ વ્યવસ્થાપન, કલા, શ્રેષ્ઠ નગર આયોજન જેવા વિષયોને કેન્દ્ર સ્થાને રાખીને યુનેસ્કો દ્વારા ચાંપાનેર, રાણીકી વાવ, અમદાવાદ સિટી અને ધોળાવીરા આ ચાર સાઈટને વર્લ્ડ હેરિટેજનો દરજ્જો આપવામાં આવ્યો છે.