For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

મહિલા ખેલાડીઓના પ્રોત્સાહન માટે વર્ષ 2024-25 અંતર્ગત મહિલા રોકડ પુરસ્કાર આપવામાં આવશે

02:00 PM Mar 13, 2025 IST | revoi editor
મહિલા ખેલાડીઓના પ્રોત્સાહન માટે વર્ષ 2024 25 અંતર્ગત મહિલા રોકડ પુરસ્કાર આપવામાં આવશે
Advertisement

ગાંધીનગરઃ સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા મહિલા ખેલાડીઓના પ્રોત્સાહન માટે વર્ષ 2024-25 અંતર્ગત મહિલા રોકડ પુરસ્કાર આપવામાં આવશે. આ યોજના અંતર્ગત વર્ષ ૨૦૨૪-૨૫માં વિવિધ રમતોની રાજ્યકક્ષાની શાળાકીય સ્પર્ધાઓ અંડર 14,17,19 અને સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત રાષ્ટ્રકક્ષાની સ્પર્ધામાં એસ.એ.જી.દ્વારા રાજ્યનું પ્રતિનિધિત્વ કર્યું હોય અથવા ભાગ લીધો હોય તે મહિલા ખેલાડીઓને સન્માનિત કરવામાં આવશે.

Advertisement

આ યાદીમાં વધુમાં જણાવાયું છે કે, મહિલા ખેલાડીઓ કોઈ પણ એક જ રમતમાં તેમજ ખેલમાં એક જ સિદ્ધિ માટે "મહિલા રોકડ પુરસ્કાર યોજના" માટે ફોર્મ ભરી શકશે. આ ફોર્મ ભરવા માટે ખેલાડીઓએ સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાતની સાઈટ https: // sportsauthority.gujarat.gov.in પર તા. 18 માર્ચ થી તા. 17 એપ્રિલ 2025 સુધી જરૂરી પ્રમાણપત્રો જેવા કે મેરીટ સર્ટીફીકેટ, આધાર કાર્ડ, કેન્સલ ચેક વગેરે સાથે રાખીને અરજી કરી શકશે એમ સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement