For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

વડોદરામાં પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના સ્ટોરરૂમમાંથી વાયરોની ચોરી

05:25 PM May 29, 2025 IST | revoi editor
વડોદરામાં પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના સ્ટોરરૂમમાંથી વાયરોની ચોરી
Advertisement
  • તસ્કરો સ્ટોરરૂમમાંથી 77000ના વાયરો ઉઠાવી ગયા
  • પીવીસી કેબલો પણ કાપી નાંખતા નુકસાન
  • બે સિક્યુરિટી ગાર્ડ હોવા છતાંયે ચોરીનો બનાવ બન્યો

વડોદરાઃ શહેરમાં હાઇવે પર આવેલા ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના સ્ટોર રૂમમાંથી અજાણ્યા તસ્કરોએ રૂ.79 હજારની કિંમતના પીવીસી કેબલની ચોરી કરવા સાથે રૂ.77 હજારની કિંમતનો પીવીસી કેબલ કાપી નુકસાન પહોંચાડતા આ અંગે કપુરાઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી છે. આશ્વર્યની બાબત એ છે કે, પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના સ્ટોર રૂમની રખેવાળી માટે બે સિક્યુરિટી ગાર્ડ હોવા છતાંયે ચોરીનો બનાવ બન્યો છે.

Advertisement

આ બનાવની વિગત એવી છે કે, ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડની વડોદરા તથા સાવલીની યાંત્રિક પેટા વિભાગીય કચેરીનો મિકેનિકલ સ્ટોર નેશનલ હાઈવે 48 આજવા ચોકડીથી વાઘોડિયા ચોકડી તરફ જતા સર્કિટ હાઉસની બાજુમાં આવેલો છે. આ સ્ટોર ખાતે બે સિક્યુરિટી ગાર્ડ ફરજ બજાવે છે. ગત 26 ફેબ્રુઆરીના રોજ સ્ટોર રૂમના પાછળના ભાગનું શટર ખુલ્લું જણાતા સિક્યુરિટી ગાર્ડએ અધિક મદદનીશ ઇજનેરને જાણ કરી હતી. તપાસ કરતા સ્ટોરમાં મુકેલો સામાન વેરવિખેર હતો અને અલગ અલગ સાઈઝના રૂ.77,751ની કિંમત ધરાવતા પીવીસી કેબલની ચોરી થયાનું બહાર આવ્યું હતું. તેમજ રૂ.77,751ની કિંમતનો પીવીસી કેબલ કાપી નાખી નુકસાન પહોંચાડ્યું હતું. ઘટના બાબતે જે તે સમયે પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી. પરંતુ ઇન્સ્યોરન્સ કંપની સાથે વાતચીત ચાલતી હોવાથી ફરિયાદમાં વિલંબ થયો છે. નાયબ કાર્યપાલક ઇજનેર સૌરભ પટેલની ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા તસ્કર વિરુદ્ધ ચોરી તથા સાર્વજનિક મિલકતને નુકસાન અટકાવવાના અધિનિયમ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement
Advertisement
Tags :
Advertisement