પ્રમુખ પુતિન ઉડી રહ્યા હતા ત્યારે જમીન પરથી 20,000 લોકો તેમના પ્લેનને ટ્રેક કરી રહ્યા હતા! જાણો શું છે ઘટના?
નવી દિલ્હી, 5 ડિસેમ્બર, 2025ઃ people were tracking while President Putin's plane! રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કૂટનીતિ નિષ્ણાતો, સર્વોચ્ચ રાજકીય નેતાઓની નજર હાલ નવી દિલ્હી ઉપર છે. અમેરિકાથી માંડીને ઉત્તર કોરિયા અને ચીનથી માંડીને ચેકોસ્લોવાકિયાના રાજકીય રડાર દિલ્હી તરફ વળેલા છે ત્યારે ચોંકાવનારી એક અસાધારણ ઘટના બની છે.
મીડિયા અહેવાલ અનુસાર ગઈકાલે 4 ડિસેમ્બરને ગુરુવારે રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન ક્રેમલિનથી નવી દિલ્હી આવવા રવાના થયા ત્યારે એક તબક્કે એક સાથે હજારો લોકો તેમના વિમાનને ટ્રેક કરી રહ્યા હતા.
રીઅલ-ટાઇમ એવિએશન ટ્રેકર FlightRadar24 અનુસાર પ્રમુખ પુતિનનું વિમાન થોડા સમય માટે પૃથ્વી પર સૌથી વધુ ટ્રેક કરાયેલી ફ્લાઇટ બની ગયું હતું. પુતિન ગુરુવારે સાંજે નવી દિલ્હી પહોંચ્યા, જ્યાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પાલમ એરપોર્ટ પર તેમનું સ્વાગત કર્યું હતું. તે પહેલાં રશિયન નેતાની ફ્લાઇટ ઉપર 20,000 થી વધુ લોકો નજર રાખી રહ્યા હતા.
એવિએશન ટ્રેકરે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X ઉપર પોસ્ટ કર્યું હતું કે, "હાલ અમારી સૌથી વધુ ટ્રેક કરેલી ફ્લાઇટ બની છે ભારત જઈ રહેલું રશિયન સરકારી વિમાન. રશિયન પ્રમુખ પુતિન અને ભારતના વડા પ્રધાન મોદી દિલ્હીમાં બે દિવસ માટે મળવાના છે," ત્યારે આ ઉચ્ચ સ્તરીય મુલાકાત પહેલા ખૂબ મોટા પ્રમાણમાં નાગરિકો અને રાજદ્વારીઓનું ધ્યાન ખેંચાયું છે.
X પોસ્ટમાં જણાવવામાં આવ્યું હતું કે, એક સાથે કેટલાક રશિયન વિમાનો ટ્રાન્સપોન્ડર્સ ચાલુ અને બંધ કરી રહ્યા છે.
પુતિનના આગમન પર નજર રાખતા ઉડ્ડયન નિરીક્ષકોએ બે રશિયન સરકારી વિમાનો ભારત તરફ આગળ વધતા જોયા, તેમના ટ્રાન્સપોન્ડર્સ ઇરાદાપૂર્વક ચાલુ અને બંધ કરી રહ્યા હતા.
ટ્રાન્સપોન્ડર્સ એર ટ્રાફિક કંટ્રોલર્સને વિમાનની સ્થિતિ અને આવશ્યક ડેટા રિલે કરે છે અને સંવેદનશીલ મિશન દરમિયાન ચોક્કસ રૂટ છુપાવવા માટે તેમને સમયાંતરે બદલવા એ એક જાણીતી યુક્તિ છે.
આ વિમાન - જેને "ફ્લાઇંગ ક્રેમલિન" તરીકે પણ ઓળખવામાં આવે છે, તેમાં વિશ્વના સૌથી વધુ સુરક્ષિત દેશના વડાઓમાંના એક પુતિનને અનુરૂપ વ્યાપક સુરક્ષા અને સંદેશાવ્યવહાર અપગ્રેડ કરવામાં આવતા રહે છે.
દિલ્હીમાં ઉતરાણ પછી પ્રમુખ પુતિન અને વડાપ્રધાન મોદી એક જ કારમાં સાથે મુસાફરી કરી હતી. આવી જ ઘટના અગાઉ આ વર્ષની શરૂઆતમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન (SCO) સમિટમાં જોવા મળી હતી.