
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અવકાશ ક્ષેત્રમાં ભારતના વધતા પ્રભુત્વને પુનઃપુષ્ટિ આપી, દેશની ક્ષમતાઓ અને ભવિષ્યની સંભાવનામાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે. એક્સ પરની એક પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “જ્યારે અવકાશ ક્ષેત્રની વાત આવે, ત્યારે ભારત પર દાવ લગાવો!”
ભારતની અવકાશ એજન્સી ISRO એ બુધવારે સવારે આંધ્રપ્રદેશના શ્રીહરિકોટાથી લોન્ચ વ્હીકલ GSLV-F15 દ્વારા તેનું 100મું મિશન, NVS-02 નેવિગેશન સેટેલાઇટ લોન્ચ કર્યું. આ સફળતા અંગે ઇસરોએ કહ્યું કે, ભારતે અવકાશ નેવિગેશનમાં નવી ઊંચાઈઓ હાંસલ કરી છે.
GSLV-F15 રોકેટ સવારે 6:23 વાગ્યે NVS-02 નેવિગેશન સેટેલાઇટને અવકાશમાં લઈ ગયું. આ પ્રક્ષેપણ ISRO ની એક મોટી સિદ્ધિ છે, જે દેશની અવકાશ સંશોધન ક્ષમતાઓને પ્રતિબિંબિત કરે છે. આ પ્રસંગે ISRO ની અવકાશ યાત્રામાં મહત્વપૂર્ણ ઐતિહાસિક સીમાચિહ્નરૂપ સિદ્ધિ વિશે વાત કરવી મહત્વપૂર્ણ રહેશે. હા, આજે ઇસરોએ અવકાશમાં સદી ચોક્કસ ફટકારી છે, પરંતુ શરૂઆતથી અત્યાર સુધી ઇસરોની અવકાશ યાત્રામાં ઘણા મહત્વપૂર્ણ ઐતિહાસિક સીમાચિહ્નો રહ્યા છે જેનું વર્ણન અહીં આપવામાં આવ્યું છે.