For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

મથુરા-વૃંદાવનમાં ક્યારે છે જન્માષ્ટમી, જાણો ચોક્કસ તારીખ

09:00 AM Aug 15, 2024 IST | revoi editor
મથુરા વૃંદાવનમાં ક્યારે છે જન્માષ્ટમી  જાણો ચોક્કસ તારીખ
Advertisement

જન્માષ્ટમીનો તહેવાર ભગવાન શ્રી કૃષ્ણની જન્મોત્સવ તરીકે ઉજવવામાં આવે છે. શ્રી કૃષ્ણના જન્મસ્થળ મથુરા-વૃંદાવનમાં જન્માષ્ટમી ક્યારે ઉજવવામાં આવશે. વર્ષ 2024માં જન્માષ્ટમીનો તહેવાર 26 અને 27 ઓગષ્ટ બંન્નેના રોજ ઉજવવામાં આવશે. ઉદયતિથિના કારણે 26 ઓગષ્ટને સોમવારના રોજ ઉપવાસ કરવામાં આવશે.

Advertisement

વર્ષ 2024માં ભગવાન શ્રી કૃષ્ણનો 5251મો જન્મદિવસ ઉજવવામાં આવશે. દર વર્ષે ભાદ્રપદ માસના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિએ જન્માષ્ટમીનો તહેવાર ઉજવવામાં આવે છે. વર્ષ 2024માં અષ્ટમી તિથિ સોમવાર, 26 ઓગસ્ટ, 2024ના રોજ સવારે 03.39 કલાકે હશે. જે 27મી ઓગસ્ટે બપોરે 2.19 કલાકે સમાપ્ત થશે. આ કારણે 26 ઓગસ્ટે જન્માષ્ટમી વ્રત રાખવામાં આવશે.

જ્યારે મથુરા-વૃંદાવનમાં 26 ઓગસ્ટને સોમવારે જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવશે. આ દિવસે લાખો કૃષ્ણ ભક્તો મથુરા-વૃંદાવન પહોંચે છે અને કૃષ્ણના જન્મસ્થળ પર આ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરે છે. મથુરા-વૃંદાવનમાં જન્માષ્ટમી માત્ર ધાર્મિક જ નહીં પણ પ્રેમ અને ચંચળતાનું પણ પ્રતીક છે. આ દિવસે ભગવાન વિષ્ણુના આઠમા અવતાર કૃષ્ણજીનો જન્મ થયો હતો. તેથી જ તે મથુરા અને વૃંદાવનમાં ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવે છે.

Advertisement

#Janmashtami2024 #KrishnaJanmashtami #MathuraVrindavan #LordKrishna #HinduFestival #KrishnaDevotees #SpiritualCelebration #KrishnaBhakti #FestivalOfLove #DevotionAndJoy

Advertisement
Tags :
Advertisement