પશ્ચિમ રેલવે: અમદાવાદ-થિવીમ વચ્ચે દ્વિ-સાપ્તાહિક ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન દોડશે
અમદાવાદઃ પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને અમદાવાદ અને થિવીમ વચ્ચે વિશેષ ભાડા પર દ્વિ-સાપ્તાહિક ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લીધો છે. જેની વિગતો નીચે મુજબ છે.
ટ્રેન નં. 09412 અમદાવાદ-થિવિમ સ્પેશિયલ 08 ડિસેમ્બર 2024 થી 01 જાન્યુઆરી 2025 સુધી દર રવિવાર અને બુધવારે અમદાવાદથી 14.20 કલાકે ઉપડશે અને બીજા દિવસે 11.00 કલાકે થિવીમ પહોંચશે. તેવી જ રીતે ટ્રેન નં. 09411 થીવીમ-અમદાવાદ સ્પેશિયલ 09 ડિસેમ્બર 2024 થી 02 જાન્યુઆરી 2025 સુધી દર સોમવાર અને ગુરુવારે થિવીમથી 11.40 કલાકે ઉપડશે અને બીજા દિવસે 08.45 કલાકે અમદાવાદ પહોંચશે.
માર્ગમાં, બંને દિશામાં, આ ટ્રેન આણંદ, વડોદરા, ભરૂચ, ઉધના, વલસાડ, વાપી, પાલઘર, વસઈ રોડ, પનવેલ, રોહા, માનગાંવ, ખેડ, ચિપલુણ, સંગમેશ્વર રોડ, રત્નાગીરી, રાજાપુર રોડ, કનકવલી, કુડાલ અને સાવંતવાડી રોડ સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં એસી 2 ટાયર, એસી 3 ટાયર, સ્લીપર અને જનરલ ક્લાસ કોચ હશે.
ટ્રેન નંબર 09412 નું બુકિંગ 07 ડિસેમ્બર 2024 થી તમામ પીઆરએસ કાઉન્ટર્સ અને આઈઆરસીટીસી વેબસાઇટ પર શરૂ થશે. ટ્રેનોના સમય, સ્ટોપેજ અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.