ઉનાળાના ફંક્શનમાં આ પ્રકારની હળવી સાડી પહેરો
ઉનાળામાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે. જેથી ઉનાળાના આ દિવસેમાં વિશેષ પ્રસંગ્રમાં હાજરી આપવાને લઈને મહિલાઓ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ખાસ પ્રસંગ્રે લઈને કેવા કપડા પહેરવા તેને લઈને ભારે મુઝવણ અનુભવે છે. જ્યારે ઉનાળાના દિવસોમાં ખાસ પ્રસંગમાં પહેરવા માટે ખાસ ટીપ્સ અપનાવો.
ઓર્ગેન્ઝા સિલ્ક એમ્બ્રોઇડરી વર્ક સાડી સ્ટાઇલિશ લાગે છે. કોન્ટ્રાસ્ટિંગ બંગડીઓ, મેકઅપ અને સરળ હેર સ્ટાઇલ સાથે વધારે સુંદર લાગે છે.. ઉનાળામાં, ઓર્ગેન્ઝા સિલ્ક સાડી આરામદાયક અને સ્ટાઇલિશ દેખાવ માટે યોગ્ય રહેશે.
ટીશ્યુ સિલ્ક સાડી પણ ખાસ પ્રસંગ્રે પહેરી શકાય છે. આ સાડી સાથે કોન્ટ્રાસ્ટમાં સ્લીવલેસ બ્લાઉઝ પહેરી શકાય છે. ઉનાળામાં ટીશ્યુ સિલ્ક સાડી સ્ટાઇલિશ અને આરામદાયક રહેશે.
ભરતકામવાળી અને મિરર વર્કવાળી સાડી પણ વધારે સારી લાગશે. ઓપન હેર સ્ટાઇલ અને પર્લ સ્ટાઇલના હેવી ઇયરિંગ્સ પણ પહેરી શકાય છે. લગ્ન અને જન્મદિવસ બંને સમારોહ માટે આ સાડી યોગ્ય રહેશે. ઉપરાંત, પલ્લુ લઈ જવાની રીત પણ ઉત્તમ છે.
પ્રિન્ટેડ અને ભરતકામવાળી ભારે સાડી વધારે સુટેબલ રહેશે. ઉપરાંત, ચોકર સ્ટાઇલના નેકલેસ, મેકઅપ અને ખુલ્લા વાળ સાથે તેનો લુક ક્લાસી આપશે. ઉનાળામાં લગ્ન સમારંભમાં જતી વખતે તમે આ સ્ટાઈલ અપનાવી શકો છો. સિક્વન્સ વર્ક સાડી પણ ખાસ પ્રસંગ્રે પહેરી શકાય છે.