હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

વિધાનસભાની કડી અને વિસાવદરની પેટા ચૂંટણીમાં કાલે મતદાન, ત્રિપાંખિયો જંગ ખેલાશે

05:42 PM Jun 18, 2025 IST | revoi editor
Advertisement

ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની કડી અને વિસાવદર બેઠકની પેટા ચૂંટણી આવતીકાલે તા. 19મી જુનને ગુરૂવારે યોજાશે. બન્ને બેઠકો પર ભાજપ, આમ આદમી પાર્ટી. અને કોંગ્રેસે વચ્ચે ત્રિપાંખિયો ચૂંટણી જંગ ખેલાશે. બન્ને બેઠકો પર કાલે 19 જૂને સવારે 7થી સાંજના 6 વાગ્યા સુધી મતદાન થશે. વિસાદરની બેઠક પર કૂલ 2.61 લાખ મતદારો 297 મતદાન મથકો પર મતદાન કરશે. મતદાન પ્રક્રિયા માટે 1884 કર્મચારીઓ તૈનાત છે. પેટા ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ અને 'આપ' તેમજ અન્ય પક્ષના ઉમેદવારો મેદાનમાં છે.​​​​​​ જ્યારે કડી વિધાનસભામાં કુલ 2,89,927 મતદારો 294 મતદાન મથકો પર પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. 106 સંવેદનશીલ બુથ પર વિશેષ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. કડી તાલુકા અને શહેરના મતદાન મથકો પર સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે.

Advertisement

ગુજરાત વિધાનસભાની વિસાવદર અને કડી બેઠક પર પેટા ચૂંટણી માટે આવતીકાલે તા. 19 જૂને મતદાન યોજાશે. ચૂંટણી પંચે નવી ગાઈડલાઈન મુજબની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે. આજે સાંજ સુધીમાં તમામ મતદાન મથકો પર સ્ટાફ પહોંચતો થઈ જશે અને મતદારો માટેના આધુનિક અને વ્યવસ્થિત માહોલની સંપૂર્ણ વ્યવસ્થા ગોઠવાઈ ગઈ છે.આ ચૂંટણી ઘણી જ મહત્વપૂર્ણ છે કારણ કે આ પ્રથમ ચૂંટણી છે, કે જેમાં ભારતીય ચૂંટણી પંચ દ્વારા છેલ્લા સમયમાં રજૂ કરાયેલી નવી 21 શરતોનો અમલ થશે. આ સુધારાઓ મતદાન પ્રક્રિયાને વધુ પારદર્શક, શિસ્તબદ્ધ અને મતદારો માટે અનુકૂળ બનાવવાનો ઉદ્દેશ ધરાવે છે.

નવા નિયમો મુજબ, હવે મતદાન મથકના પ્રવેશ દ્વારથી કોઈપણ ઉમેદવાર પોતાનું સહાયક કેમ્પ કે બુથ મહત્તમ 100 મીટરની દૂર જ ઊભા કરી શકે છે. અગાઉ આ મર્યાદા 200 મીટર હતી. મતદાન મથકના આજુબાજુના 100 મીટરના પરિસરમાં ચૂંટણી અધિકારીઓએ અગાઉથી ચોક્કસ ચિહ્નિત કરી દેવાનો નિયમ લાદવામાં આવ્યો છે. નવા નિયમો અનુસાર, કેમ્પમાં માત્ર 1 ટેબલ અને 2 ખુરશી રાખી શકાશે. કોઈ પણ જાતના પોસ્ટર, ઝંડા કે પ્રચાર સામગ્રી મુકવા પર પ્રતિબંધ રહેશે. વધુમાં, કોમર્શિયલ અથવા ખાનગી મિલકત પર અતિક્રમણ કરીને કેમ્પ ઊભા કરવામાં આવશે તો તે ચૂંટણી કાયદાની ઉલ્લંઘના ગણાશે. ધાર્મિક સ્થળો, શાળાઓ, કોલેજો કે હોસ્પિટલ નજીક પણ કેમ્પ ઊભા કરવા પર પ્રતિબંધ રહેશે.

Advertisement

કડી વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આપ સહિત કુલ 8 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. જેમાં આમ આદમી પાર્ટીમાં ચાવડા જગદીશ ગણપતભાઈ, તથા કોંગ્રેમાંથી રમેશભાઈ ચાવડા, અને ભાજપમાંથી રાજેન્દ્રકુમાર ચાવડા  સહિત 8 ઉમેદવારો મેદાનમાં છે, જ્યારે વિસાવદર પેટા ચૂંટણીમાં  આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના  નિતીન રાણપરીયા સહિત 16 ઉમેદવારો મેદાનમાં છે. બન્ને બેઠકો પર ત્રિપાંખિયો જંગ ખેલાશે

Advertisement
Tags :
Aajna SamacharassemblyBreaking News Gujaratiby-electionsGujarati AkhbarGujarati HeadlinesGujarati newsGujarati News ChannelGujarati NewspaperGujarati ReportGujarati Samac arGujarati samacharKadi and VisavadarLatest News Gujaratilocal newsLocal SamacharLokpriya SamacharMajor NEWSMota BanavNews ArticleNews BlogNews in GujaratiNews LiveNews UpdatesPopular NewsSamachar ArticleSamachar BlogSamachar LiveSamachar SamacharTaja Samacharviral newsvoting tomorrow
Advertisement
Next Article