For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

અમદાવાદમાં અસલાલીમાં આવેલી ફેકટરીમાં લાગી ભીષણ આગ

06:25 PM Nov 12, 2025 IST | Vinayak Barot
અમદાવાદમાં અસલાલીમાં આવેલી ફેકટરીમાં લાગી ભીષણ આગ
Advertisement
  • આગની જાણ થતાં ફાયર વિભાગની 10 ગાડીઓ પહોંચી,
  • ફેકટરીમાં થીનરનો જથ્થો હોવાથી આગે વિકરાળરૂપ ધારણ કર્યુ,

અમદાવાદઃ શહેરના અસલાલી વિસ્તારમાં આવેલી એકતા હોટલની સામે એક ફેક્ટરીમાં આગ ફાટી નિકળતા ફાયર વિભાગની 10 જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે. પ્રાથમિક તપાસમાં ફેક્ટરીમાં થીનરનો જથ્થો હોવાથી આગે વિકરાળરૂપ ધારણ કર્યુ હતુ. આગને લીધે ફેકટરીના આજુબાજુના વિસ્તારમાં અફડાતફડી મચી ગઈ હતી.

Advertisement

આ બનાવની વિગત એવી છે કે, અમદાવાદના અસલાલી વિસ્તારમાં એકતા હોટેલની સામે ફેક્ટરીમાં આગ લાગતા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. જોતજોતામાં આગએ વિરકાળરૂપ ધારણ કરતા  આસપાસના વિસ્તારમાં અફરા-તફરીનો માહોલ છવાઈ ગયો હતો. ફાયરની ટીમ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી હતી. ફાયરની ટીમ દ્વારા સતત પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરાયો છે. ફેક્ટરીમાં લાગેલી વિશાળ આગના કારણે અંદર રહેલો તમામ માલ-સામાન બળીને ખાખ થઈ ગયો છે. જોકે, હજુ સુધી આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. નોંધનીય છે કે, આગ લાગવાનું કારણ શું હતું તે હજું સુધી જાણી શકાયું નથી. ફાયરની ટીમ હાલ આગ બૂઝાવવાની કામગીરીમાં લાગેલી છે. આગ પર સંપૂર્ણપણે કાબુ મેળવી લીધા બાદ આગ લાગવા પાછળનું કારણ તપાસવામાં આવશે.

 

Advertisement

Advertisement
Tags :
Advertisement