For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ભાવનગર જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણી પહેલા મતદાર યાદી સુધારણા કાર્યક્રમ

06:31 PM May 02, 2025 IST | revoi editor
ભાવનગર જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણી પહેલા મતદાર યાદી સુધારણા કાર્યક્રમ
Advertisement
  • મૃત્યુ નોંધાણીની માહિતી મેળવીને મતદાર અધિકારી સ્થળ પર જઈને તપાસ કરશે
  • બુથ લેવલ ઓફિસરને ફોટો ઓળખપત્ર આપવામાં આવશે
  • વોટર સ્લીપની ડિઝાઇનમાં ફેરફાર કરાશે

ભાવનગર:  જિલ્લામાં ગ્રામ પંચાયતોમાં ચૂંટણી પહેલા જ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ હાથ ધરવામાં આવશે. રાજ્યના ચૂંટણી વિભાગે મૃતકોના નામ કમીથી લઈને મતદાર યાદીમાં સુધારણા માટે આદેશ કરાયો છે. મતદાર સુધારણામાં બુથ લેવલ ઓફિસરને પ્રજા સરળતાથી ઓળખી શકે માટે હવે બુથ લેવલ ઓફિસરને ફોટો ઓળખપત્ર આપવામાં આવશે. આમ ચૂંટણીમાં ઘરે ઘરે જઈને જતા ઓફિસરને પ્રજા સાથે સુમેળ અને આસાનીથી કાર્ય કરવામાં સરળતા રહેશે કારણ કે બુથ લેવલ ઓફિસર ઘરે ઘરે જતા હોય ત્યારે દરેકને તેની ઓળખાણ નહિ હોવાથી સમસ્યાઓ અને સવાલોનો સામનો કરવો પડતો હોય છે તે હવે થશે નહીં.

Advertisement

ભાવનગર જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણી પહેલા  મતદાર યાદી સુધારણા કાર્યક્રમ યોજાશે, જેમાં ચૂંટણી વિભાગ રજિસ્ટ્રાર જનરલ ઓફ ઇન્ડિયા પાસેથી મૃત્યુ નોંધાણીની માહિતી મેળવીને મતદાર અધિકારી સ્થળ પર જઈને તપાસ કરશે. જો કે આ માહિતી સમયસર પુરી પાડવામાં આવશે જેથી કરીને કોઈ મતદાર યાદીમાં ક્ષતિ રહી જાય નહીં. આ સાથે વોટર ઈન્ફોર્મેશન સ્લીપની ડિઝાઇનમાં ફેરફાર કરીને સીરીયલ નંબર અને પાર્ટ મોટા શબ્દોમાં દેખાય તે રીતે આકર્ષિત બનાવવામાં આવશે.

ભાવનગર જિલ્લામાં ગ્રામ પંચાયત ચૂંટણીઓની તારીખો હજુ જાહેર થઈ નથી, ત્યારે ચૂંટણી વિભાગે મતદાર યાદી સુધારણા અંતર્ગત કામગીરી હાથ ધરી છે. મતદાર યાદી સુધારણામાં બુથ લેવલ ઓફિસર દરેક ઘરે જઈને લોક સંપર્ક કરીને કામ કરતા હોય છે, ત્યારે બુથ લેવલ ઓફિસરને પ્રજા સરળતાથી ઓળખી શકે માટે હવે બુથ લેવલ ઓફિસરને ફોટો ઓળખપત્ર આપવામાં આવશે. આમ ચૂંટણીમાં ઘરે ઘરે જઈને જતા ઓફિસરને પ્રજા સાથે સુમેળ અને આસાનીથી કાર્ય કરવામાં સરળતા રહેશે કારણ કે બુથ લેવલ ઓફિસર ઘરે ઘરે જતા હોય ત્યારે દરેકને તેની ઓળખાણ નહિ હોવાથી સમસ્યાઓ અને સવાલોનો સામનો કરવો પડતો હોય છે તે હવે થશે નહીં.

Advertisement

અત્રે ઉલ્લેખનીય છે કે. ભાવનગર જિલ્લામાં ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી- 359, મધ્યસત્ર-3, પેટા ચૂંટણી-105 મળી કુલ-469 ગ્રામ પંચાયતની ચૂંટણી થવાની છે અને આ ચૂંટણીનો કાર્યક્રમ ટુકા સમયમાં પ્રસિધ્ધ થશે. જો કે હાલમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ શરૂ થવા જઈ રહ્યો છે, જેને લઈને ચૂંટણી વિભાગ દ્વારા કામગીરી હાથ ઉપર લેવામાં આવી છે.

Advertisement
Tags :
Advertisement