આઈપીએલમાં વિરાટ કોહલીએ બનાવ્યો આ ખાસ રેકોર્ડ
IPL 2025 ની છેલ્લી લીગ મેચમાં લખનૌ સામે RCB ના વિરાટ કોહલીએ ઇતિહાસ રચ્યો છે. કિંગ કોહલીએ RCB માટે 9000 રન પૂરા કર્યા છે. તે T20 ક્રિકેટમાં એક ટીમ માટે 9000 રન બનાવનાર વિશ્વનો એકમાત્ર બેટ્સમેન છે. T20 ક્રિકેટમાં એક ટીમ માટે સૌથી વધુ રન બનાવવાના મામલે વિરાટ કોહલી પહેલાથી જ નંબર-1 હતો. પરંતુ હવે કિંગ કોહલી T20 માં એક ટીમ માટે 9000 રન બનાવનાર વિશ્વનો એકમાત્ર બેટ્સમેન બની ગયો છે. રોહિત શર્મા આ યાદીમાં બીજા ક્રમે છે. રોહિતે મુંબઈ ઇન્ડિયન્સ માટે 6060 રન બનાવ્યા છે.
વિરાટ કોહલીએ એકાના સ્ટેડિયમમાં લખનૌ સામે અડધી સદી ફટકારી હતી. તેણે 30 બોલમાં 54 રનની ઇનિંગ રમી હતી. આ દરમિયાન કિંગ કોહલીએ 10 ચોગ્ગા ફટકાર્યા હતા. આ સાથે, વિરાટે આ સિઝનમાં 600 રનનો આંકડો પણ પાર કર્યો. વિરાટે રેકોર્ડ પાંચમી વખત IPL સિઝનમાં 600 થી વધુ રન બનાવ્યા હતા. IPL 2025 માં 600 રનનો આંકડો પાર કરનાર વિરાટ ચોથો બેટ્સમેન છે.
• IPL સિઝનમાં સૌથી વધુ વખત 600 થી વધુ રન બનાવનારા બેટ્સમેન
5 વખત વિરાટ કોહલી (2013, 2016, 2023, 2024, 2025)
4 વખત KL રાહુલ (2018, 2020, 2021, 2022)
3 વખત ક્રિસ ગેલ (2011, 2012, 2013)
3 વખત ડેવિડ વોર્નર (2016, 2017, 2019)
• વિરાટ IPL માં ચેઝ માસ્ટર સાબિત થયો
વિરાટ કોહલીએ IPL 2025 માં રનનો પીછો કરતી વખતે તેની પાંચમી અડધી સદી ફટકારી હતી. તે આ સિઝનમાં ચેઝ માસ્ટરના ટેગ પર ખરો ઉતર્યો છે. વિરાટે ચેઝ કરતી વખતે સતત સારી ઇનિંગ્સ રમી છે. ચેઝ કરતી વખતે, વિરાટે KKR સામે અણનમ 59 રન, રાજસ્થાન રોયલ્સ સામે અણનમ 59 રન, પંજાબ કિંગ્સ સામે અણનમ 73 રન, દિલ્હી કેપિટલ્સ સામે 51 રન, સનરાઇઝર્સ હૈદરાબાદ સામે 43 રન અને લખનૌ સામે આજે 54 રન બનાવ્યા હતા.
• IPL 2025 માં રન ચેઝમાં વિરાટ કોહલી
59* (36) વિરુદ્ધ કોલકાતા નાઈટ રાઇડર્સ
62* (45) વિરુદ્ધ રાજસ્થાન રોયલ્સ
73* (54) વિરુદ્ધ પંજાબ કિંગ્સ
51 (47) વિરુદ્ધ દિલ્હી કેપિટલ્સ
43 (25) વિરુદ્ધ સનરાઇઝર્સ હૈદરાબાદ
54 (30) વિરુદ્ધ લખનૌ સુપર જાયન્ટ્સ