For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

વંદે માતરમ્’ ભારતને ભાવના અને સંકલ્પમાં એક કરે છે: નિર્મલા સીતારમણ

02:29 PM Nov 07, 2025 IST | revoi editor
વંદે માતરમ્’ ભારતને ભાવના અને સંકલ્પમાં એક કરે છે  નિર્મલા સીતારમણ
Advertisement

કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે આજે શુક્રવારે ભારતના રાષ્ટ્રીય ગીત ‘વંદે માતરમ્’ની 150મી વર્ષગાંઠ પર કહ્યું કે આ ગીત આપણી માતૃભૂમિને શક્તિ, સમૃદ્ધિ અને દિવ્યતાના પ્રતીક તરીકે દર્શાવે છે. કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર લખ્યું, “આપણું રાષ્ટ્રીય ગીત ‘વંદે માતરમ્’ આજે 150 ગૌરવશાળી વર્ષ પૂર્ણ કરી રહ્યું છે. શ્રી બંકિમચંદ્ર ચેટર્જી દ્વારા રચિત ‘વંદે માતરમ્’ એક શાશ્વત રચના છે, જેણે ભારતના સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન લોકોને ઊંડાણપૂર્વક પ્રેરિત કર્યા. આ ગીત આપણી માતૃભૂમિને શક્તિ, સમૃદ્ધિ અને દિવ્યતાના પ્રતીક તરીકે દર્શાવે છે. ‘વંદે માતરમ્’ આજે પણ રાષ્ટ્રીય ગૌરવની અનુભૂતિ કરાવે છે અને આપણા રાષ્ટ્રને ભાવના અને સંકલ્પમાં એકજૂટ કરે છે.” આ અવસરે નિર્મલા સીતારમણે દેશવાસીઓને ‘વંદે માતરમ્’ની 150મી વર્ષગાંઠ પર શરૂ કરાયેલ પહેલ સાથે જોડાવા માટે આહ્વાન કર્યું. એક વેબસાઇટની લિંક શેર કરતાં તેમણે કહ્યું, “વંદે માતરમ્ ગાઓ અને વીડિયો અપલોડ કરીને તમારી દેશભક્તિની ભાવના દેશ સાથે શેર કરો.”

Advertisement

રાષ્ટ્રીય ગીતના 150 વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષ્યમાં શુક્રવારે વર્ષભર ચાલનારા ‘સ્મરણોત્સવ’નું ઉદ્ઘાટન કરવામાં આવશે. આ કાર્યક્રમ 7 નવેમ્બર 2025 થી 7 નવેમ્બર 2026 સુધી રાષ્ટ્રીય ગીત વંદે માતરમ્ રચિત થયાના વર્ષભર ચાલનારા રાષ્ટ્રવ્યાપી સ્મરણોત્સવનો ઔપચારિક શુભારંભ છે, જે આ કાલાતીત રચનાના 150 વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષ્યમાં આયોજિત થશે. આ રાષ્ટ્રીય ગીતે ભારતની સ્વતંત્રતા ચળવળને પ્રેરિત કરી અને હંમેશા રાષ્ટ્રીય ગૌરવ તેમજ એકતાની જ્યોત જગાવતું રહ્યું છે. રાષ્ટ્રીય ગીત ‘વંદે માતરમ્’ અક્ષય નવમીના પાવન અવસર પર 7 નવેમ્બર 1875ના રોજ લખાયું હતું. ‘વંદે માતરમ્’ સૌપ્રથમવાર સાહિત્યિક પત્રિકા ‘બંગદર્શન’માં તેમના નવલકથા ‘આનંદમઠ’ના એક ભાગ તરીકે પ્રકાશિત થયું હતું. માતૃભૂમિને શક્તિ, સમૃદ્ધિ અને દિવ્યતાનું પ્રતીક જણાવતા આ ગીતે ભારતની એકતા અને આત્મગૌરવની જાગૃત ભાવનાને કાવ્યાત્મક અભિવ્યક્તિ આપી. આ ગીત ઝડપથી રાષ્ટ્ર પ્રત્યે સમર્પણનું એક શાશ્વત પ્રતીક બની ગયું.

Advertisement
Advertisement
Tags :
Advertisement