વડોદરાઃ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીનો 73મો પદવીદાન સમારંભ યોજાયો
- 325 ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા
- મેડિકલ કોલેજની વિદ્યાર્થિની નૈસર્ગી રાવલને 17 ગોલ્ડ મેડલ મળ્યાં
અમદાવાદઃ વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીનો 73મો પદવીદાન સમારંભ યોજાયો. એમ.એસ. યુનિવર્સિટીના કુલપતિ શુભાંગીની રાજે ગાયકવાડ અને ઉપકુલપતિ પ્રો. ડૉ.વિજયકુમાર શ્રીવાસ્તવની ઉપસ્થિતિમાં પદવીદાન સમારંભ યોજાયો હતો.
કુલપતિ શુભાંગીની રાજે ગાયકવાડના હસ્તે 13,862 વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી હતી. જેમાં 7,615 વિદ્યાર્થીની અને 6,245 વિદ્યાર્થીઓએ ડિગ્રી મેળવી હતી.
પદવીદાન સમારંભમાં આ વર્ષે 325 ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા. જેમાંથી 196 વિદ્યાર્થીની અને 129 વિદ્યાર્થીઓએ ગોલ્ડ મેડલ મેળવ્યા હતા. જેમાં 66 વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓએ એક કરતાં વધુ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યા હતા. મેડિકલ કોલેજની વિદ્યાર્થીની નૈસર્ગી રાવલે 17 ગોલ્ડ મેડલ, ટેક્નોલોજી ફેકલ્ટીના મુકેશ કુમાવતે 9 ગોલ્ડ મેડલ, ફિઝિયોથેરોપી કૉલેજની ખુશી અંકુર શાહે 5 ગોલ્ડ મેડલ મેળવ્યા હતા.