For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ઉત્તરાખંડઃ શ્રદ્ધાળુઓ માટે ખૂલ્યા બાબા કેદારનાથના કપાટ

12:23 PM May 02, 2025 IST | revoi editor
ઉત્તરાખંડઃ શ્રદ્ધાળુઓ માટે ખૂલ્યા બાબા કેદારનાથના કપાટ
Advertisement

નવી દિલ્હીઃ દેવભૂમિ ઉત્તરાખંડમાં સ્થિત કેદારનાથ ધામના દરવાજા શુક્રવારે સવારે 7 વાગ્યે ધાર્મિક વિધિઓ સાથે ભક્તો માટે ખોલવામાં આવ્યા હતા. આ દરમિયાન ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી પણ હાજર રહ્યા હતા. પુજારીઓ દ્વારા વૈદિક મંત્રોના જાપ અને ભક્તોના જયઘોષ વચ્ચે કપાટ ખૂલ્યા હતા. આ પહેલા ગુરુવારે બાબા કેદારની પંચમુખી ચલ વિગ્રહ ઉત્સવ ડોલી કેદારનાથ ધામ પહોંચી હતી. બાબાના દર્શન માટે 15 હજારથી વધુ ભક્તો પહેલાથી જ પહોંચી ગયા હતા અને ગુરુવારે સવારે કપાટ ખૂલતાની સાથે જ આખું ધામ હર-હર મહાદેવ' અને 'બમ-બમ ભોલે' ના નારાથી ગુંજી ઉઠ્યું. આ અવસર પર બાબા કેદારનાથના મંદિરને 108 ક્વિન્ટલ ફૂલોથી ભવ્ય રીતે શણગારવામાં આવ્યું હતું.

Advertisement

ગુરુવારે અગાઉ રાજ્યના ડીજીપી દીપમ સેઠ અને અધિક પોલીસ મહાનિર્દેશક (ગુના અને કાયદો અને વ્યવસ્થા) શ્રી વી. મુરુગેશને શ્રી બદ્રીનાથ અને શ્રી કેદારનાથ ધામની મુલાકાત લીધી હતી અને સુરક્ષા વ્યવસ્થા અને અન્ય તૈયારીઓનું ક્ષેત્ર નિરીક્ષણ કર્યું હતું. રુદ્રપ્રયાગના પોલીસ અધિક્ષક અક્ષય પ્રહલાદ કોંડેએ તેમને સુરક્ષા તૈયારીઓ વિશે માહિતી આપી.

આ વખતે કેદારનાથ યાત્રામાં ભીડ નિયંત્રણ માટે ટોકન સિસ્ટમ લાગુ કરવામાં આવી રહી છે, જે પહેલા દિવસથી જ અમલમાં આવશે. ડીજીપીએ ટોકન કાઉન્ટરની સંખ્યા વધારવા, પીએ સિસ્ટમ દ્વારા મુસાફરોને માહિતી પૂરી પાડવા અને સ્ક્રીન પર સ્લોટ અને નંબરો દર્શાવવા નિર્દેશ આપ્યો. તેમણે ATS અને અર્ધલશ્કરી દળોની તૈનાતીને સુવ્યવસ્થિત કરવા વિશે પણ વાત કરી.

Advertisement

કેદારનાથમાં પ્રવાસીઓ માટે ગાઇડલાઇન્સ જારી કરવામાં આવી છે. કેદારનાથ મંગિપ પરિસરમાં 39 મીટરના દાયરામાં મોબાઈલનો ઉપયોગ કરવાની પરવાનગી નથી. રીલ કે ફોટો શૂટ કરતા ઝડપાતા મોબાઈલ ફોન જબ્ત કરી લેવામાં આવશે અને 5000 દંડ ભરવો પડશે. દર વર્ષે શિયાળામાં ભારે હિમવર્ષાને કારણે બાબા કેદારનાથ મંદિરના દરવાજા બંધ થઈ જાય છે. ઉનાળો આવતાની સાથે જ મંદિરના દરવાજા ફરી ખુલી જાય છે અને બાબા કેદાર ભક્તોને દર્શન અને આશીર્વાદ આપે છે.

Advertisement
Tags :
Advertisement