હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

ઉત્તર પ્રદેશઃ ઝાંસી મેડિકલ કોલેજમાં ભીષણ આગ, 10 બાળકોના મોત

10:01 AM Nov 16, 2024 IST | revoi editor
Advertisement

લખનૌઃ ઉત્તર પ્રદેશના ઝાંસીમાં મહારાણી લક્ષ્મીબાઈ મેડિકલ કોલેજમાં શુક્રવારે મોડી રાત્રે થયેલા અકસ્માતમાં 10 બાળકો દાઝી જવાથી મૃત્યુ પામ્યા હતા. સમગ્ર ઘટનાને પગલે તંત્ર દોડતું થઈ ગયું છે. સીએમ યોગી સહિતના મહાનુભાવોએ સમગ્ર ઘટનાને લઈને દુખ વ્યક્ત કરીને પીડિત પરિવારનો શાંત્વના પાઠવી હતી. આ ઉપરાંત સરકાર દ્વારા સહાયની જાહેરાત કરવામાં આવી હતી. હોસ્પિટલમાં મોડી રાતે આગની ઘટના બનતા રાજકીય નેતાઓ પણ સ્થળ પર દોડી ગયા હતા.

Advertisement

જિલ્લા અધિકારી અવિનાશ કુમારે જણાવ્યું કે કોલેજના એનઆઈસીયુ (શિશુ વોર્ડ)ના આંતરિક યુનિટમાં રાત્રે 10.30 થી 10.45 વાગ્યાની વચ્ચે આગ લાગી હતી. ઇન્ડોર યુનિટમાં વધુ ગંભીર રીતે બીમાર બાળકો હતા. જ્યારે આઉટડોર યુનિટમાં ઓછા ગંભીર રીતે બીમાર બાળકો હતા. તેમણે કહ્યું કે પ્રાથમિક માહિતી અનુસાર 10 બાળકોના મોત થયા છે. તે સમયે વોર્ડમાં હાજર કર્મચારીઓનું કહેવું છે કે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી.

જિલ્લા મેજિસ્ટ્રેટે કહ્યું કે બહારના યુનિટના તમામ બાળકોને બચાવી લેવામાં આવ્યા છે. આંતરિક એકમના કેટલાક બાળકોને પણ બચાવી લેવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 40 બાળકોને બચાવી લેવાયા હોવાની માહિતી મળી રહી છે. ઝાંસી ડિવિઝનના કમિશનર બિમલ કુમાર દુબેએ જણાવ્યું કે ઘટના સમયે વોર્ડમાં 54-55 બાળકો દાખલ હતા. ઘાયલ બાળકોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

Advertisement

ઝાંસી ડિવિઝનના ડીઆઈજી કલાનિધિ નૈથાનીએ જણાવ્યું કે આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. ફાયર બ્રિગેડની છ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને પોલીસની ટીમ હાજર છે. આગ લાગવાનું કારણ જાણવા મળ્યું નથી. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મૃતક બાળકોના શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. તેમણે જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓને ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવા અને યોગ્ય સારવાર આપવા સૂચના આપી છે. આ સાથે જ તેમણે ઘાયલોના જલદી સાજા થવાની કામના પણ કરી હતી. તેમણે કમિશનર અને ડીઆઈજીના નેતૃત્વમાં તપાસ ટીમ બનાવી છે અને 12 કલાકમાં રિપોર્ટ માંગ્યો છે.

નાયબ મુખ્યમંત્રી બ્રજેશ પાઠક અને આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ઘટનાસ્થળે રવાના થયા હતા. બ્રજેશ પાઠકે એક પોસ્ટમાં લખ્યું છે કે યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરી હાથ ધરવા માટે હું પોતે ભગવાન શ્રી રામને પ્રાર્થના કરું છું કે તેઓ ઘાયલોને શાંતિ આપે અને ઝડપથી સાજા થાય.

Advertisement
Tags :
Aajna SamacharBhishan AagBreaking News Gujaraticm yogiGujarati AkhbarGujarati HeadlinesGujarati newsGujarati News ChannelGujarati NewspaperGujarati ReportGujarati samacharJhansi Medical CollegeLatest News Gujaratilocal newsLocal SamacharLokpriya SamacharMajor NEWSMota BanavNews ArticleNews BlogNews in GujaratiNews LiveNews Updatespm modiPopular NewsSamachar ArticleSamachar BlogSamachar LiveSamachar SamacharTaja Samacharuttar pradeshviral news
Advertisement
Next Article