For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

નિયમિત અખરોટનું સેવન કરવાથી હાડકાં મજબુત બનશે, આરોગ્યને મળશે અનેક ફાયદા

08:00 AM Sep 28, 2025 IST | revoi editor
નિયમિત અખરોટનું સેવન કરવાથી હાડકાં મજબુત બનશે  આરોગ્યને મળશે અનેક ફાયદા
Advertisement

આજકાલ ઘણા લોકો હાડકા નબળા થવાના અને દુખાવાની ફરિયાદ કરતા હોય છે. ડોક્ટરો અને હેલ્થ એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર, આના મુખ્ય કારણ પોષક તત્વોની ઘટ છે. શરીરને મજબૂત હાડકા માટે જરૂરી તત્વો પુરા પાડવાના માટે સારો આહાર મહત્વપૂર્ણ છે.

Advertisement

અખરોટ એ એવું ડ્રાયફ્રુટ છે, જે હાડકાં મજબૂત બનાવવા અને તેમને પૂરતું પોષણ પહોંચાડવા માટે જાણીતું છે. અખરોટમાં રહેલ તત્વો હાડકાંની ઘનતા વધારવામાં, સોજો ઘટાડવામાં અને હાડકાં મજબૂત બનાવવામાં મદદરૂપ થાય છે.

  • અખરોટમાં પોષક તત્વો

ઓમેગા-3 ફેટી એસિડ: શરીરમાં ક્રોનિક સોજાને ઘટાડીને હાડકાં મજબૂત બનાવવામાં મદદ કરે છે.

Advertisement

વિટામિન E અને પોલીફેનોલ્સ: એન્ટી-ઓક્સિડન્ટ તરીકે કામ કરે છે અને હાડકાના કોષોને ઓક્સિડેટીવ તણાવથી સુરક્ષિત કરે છે.

મેગ્નેશિયમ અને ફોસ્ફરસ: હાડકાંની ઘનતા વધારવામાં અને કેલ્શિયમ શોષણમાં સુધારો કરે છે.

સંતુલિત આહાર સાથે અખરોટનું નિયમિત સેવન હાડકાં મજબૂત બનાવવા માટે અત્યંત ફાયદાકારક છે. આ સાથે હાડકાંની વૃદ્ધત્વ અને નબળા પડવાની પ્રક્રિયા ધીમી થાય છે, જેનાથી વૃદ્ધાવસ્થા દરમ્યાન હાડકાં વધુ મજબૂત અને સ્વસ્થ રહે છે.

Advertisement
Tags :
Advertisement