સેમીકંડક્ટર અને ચીપ્સ ઉપર અમેરિકાના ડોનાલ્ડ ટ્રમ્પ 100 ટેરિફ લગાવશે
ભારત ઉપર અમેરિકાએ 50 ટકા ટેરિફ લગાવ્યાં બાદ હવે રાષ્ટ્રપતિ ટ્રમ્પ આયાત કેમીકન્ડક્ટર અને ચિપ્સ ઉપર 100 ટકા ટેરિફ લગાવવાની યોજના બનાવી રહ્યાં છે. ઘરેલુ ઉત્પાદન મજબુત કરવા માટે ટ્રમ્પ આ નિર્ણય લેવા માંગી રહ્યાંનું ચર્ચાઈ રહ્યું છે. ઓવલ ઓફિસમાં એપલના સીઈઓ ટીમ કુક સાથે બેઠક દરમિયાન ટ્રમ્પએ કહ્યું કે, અમેરિકામાં આવનાર તમામ ચિપ્સ અને સેમીકંડક્ટર પર 100 ટકા ટેરિફ લગાવવામાં આવશે. જો તમે અમેરિકામાં નિર્માણ માટે પ્રતિબદ્ધતા બતાવી છે, અથવા આપ અમેરિકામાં નિર્માણની પ્રક્રિયામાં છે, આવી કંપનીઓને કોઈ ટેરિફ લાગશે નહીં.
જો ટ્રમ્પ ટેરિફની ધમકી પર અમલ કરે છે તો, એપલ, એનવીડિયા અને તાઈવાન સેમીકંડક્ટર મેન્યુફેક્ચરિંગ કંપની (ટીએસએમસી) જેવી કંપનીઓ જેમણે અમેરિકી નિવેશમાં મહત્વપૂર્ણ રોકાણનો વાયકો કર્યો છે, તેમને છૂટનો લાભ મળશે. આ પગલાનો ઉદ્દેશ્ય આંતરરાષ્ટ્રીય ટેક કંપનીઓને યુનાઇટેડ સ્ટેટ્સમાં ઉત્પાદન કામગીરી સ્થાપિત કરવા અથવા વિસ્તૃત કરવા માટે પ્રોત્સાહિત કરવાનો છે અને આમ વિદેશી સપ્લાય ચેઇન પર નિર્ભરતા ઘટાડવાનો છે.
ટ્રમ્પે કહ્યું કે, યુએસમાં ઉત્પાદનમાં વધતા રોકાણને કારણે, એપલ યુએસ ચિપ ઉત્પાદનમાં આ મુક્તિનો લાભ મેળવી શકે છે. યુએસ પ્રમુખ ટ્રમ્પે કહ્યું, "એપલ જેવી કંપનીઓ માટે સારા સમાચાર એ છે કે જો તમે યુએસમાં ઉત્પાદન કરી રહ્યા છો અથવા કોઈપણ પ્રશ્ન વિના યુએસમાં ઉત્પાદન કરવા માટે પ્રતિબદ્ધ છો, તો કોઈ ડ્યુટી રહેશે નહીં." 100 ટકા ટેરિફ તમામ આયાતી સેમિકન્ડક્ટર અને ચિપ્સ પર લાગુ થશે, જે તાઇવાન, દક્ષિણ કોરિયા અને સિંગાપોરના મુખ્ય સપ્લાયર્સને અસર કરશે. યુએસ ચિપ ઉત્પાદનમાં એપલના $100 બિલિયનના રોકાણ અને TSMCના $165 બિલિયન ઉપરાંત, Nvidia અને GlobalFoundries એ પણ યુએસમાં તેમના કેટલાક ઉત્પાદનોનું ઉત્પાદન કરવાનું વચન આપ્યું છે.