For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

IPL 2026: અર્જુન ટેન્ડુલકર અને શમી સહિતના ખેલાડીઓ નવી ટીમની જર્સી સાથે મેદાનમાં ઉતરશે

09:00 PM Nov 15, 2025 IST | revoi editor
ipl 2026  અર્જુન ટેન્ડુલકર અને શમી સહિતના ખેલાડીઓ નવી ટીમની જર્સી સાથે મેદાનમાં ઉતરશે
Advertisement

મુંબઈઃ આઈપીએલ 2026ની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આગામી આઈપીએલમાં તમામ ટીમોમાં અનેક મોટા ફેરફાર જોવા મળે તેવી શકયતા છે. અર્જુન તેંડુલકર, રવિન્દ્ર જાડેજા, શમી, સંજુ સેમસન અને નીતિશ રાણે સહિતના ખેલાડીઓ હવે નવી ટીમમાંથી રમતા જોવા મળશે. ટીમોએ કેટલાક ખેલાડીઓને ટ્રેડ કર્યા હોવાનું જાણવા મળે છે.

Advertisement

આઈપીએલ 2026ની મિની ઓક્શન પહેલાં તમામ 10 ફ્રેન્ચાઇઝી ટીમો ખેલાડીઓની રિટેન અને રિલીઝ યાદી તૈયાર કરી રહી છે. અંતિમ તારીખ પહેલાં જ મુંબઈ ઈન્ડિયન્સે એક મહત્વપૂર્ણ નિર્ણય લેતા અર્જુન તેંદુલકરને લખનઉ સુપર જાયન્ટ્સને ટ્રેડ કર્યો છે. લખનઉએ અર્જુનને 30 લાખ રૂપિયામાં સામેલ કર્યો છે અને આગામી સીઝનમાં તે નવી ટીમની જર્સીમાં નજરે પડશે. મુંબઈ ઈન્ડિયન્સે પોતાના સત્તાવાર સોશિયલ મીડિયા પર લખ્યું છે કે, “મુંબઇ ઈન્ડિયન્સ પરિવારનો મહત્વપૂર્ણ ભાગ બનવા બદલ આભાર, અર્જુન! તમારા આગલા પ્રવાસ માટે શુભેચ્છાઓ.” બીજી તરફ લેગ સ્પિનર મયંક માર્કંડે ફરી એકવાર મુંબઈ ઈન્ડિયન્સ સાથે જોડાયો છે. ટીમે તેને કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) પાસેથી 30 લાખ રૂપિયામાં ટ્રેડ કર્યો છે. મયંકે 2018, 2019 અને 2022માં પણ મુંબઈનું પ્રતિનિધિત્વ કર્યું હતું.

આવી જ રીતે  અનુભવી પેસર મોહંમદ શમીને સનરાઈઝર્સ હૈદરાબાદે તેમની જ કિંમત 10 કરોડ રૂપિયા પર લખનઉ સુપર જાયન્ટ્સને ટ્રેડ કર્યા છે. શમીના આગમનથી લખનઉની બોલિંગ લાઇન-અપ વધારે મજબૂત બનવાની શક્યતાઓ છે. જ્યારે અનુભવી ડાબોડી બેટ્સમેન નીતિશ રાણા હવે દિલ્હી કેપિટલ્સ માટે રમશે. રાજસ્થાન રોયલ્સે તેને 4.2 કરોડ રૂપિયામાં દિલ્હીને ટ્રેડ કર્યા છે. રાણાએ અત્યાર સુધી 100થી વધુ આઈપીએલ મેચો રમ્યો છે. ફરેરા ફરી રાજસ્થાન રોયલ્સમાં પાછો ફર્યે છે. ટીમે તેને દિલ્હી કેપિટલ્સ પાસેથી 75 લાખની જગ્યાએ 1 કરોડ રૂપિયામાં મેળવી લીધો છે. ફેરેરાનું ઓલરાઉન્ડ પ્રદર્શન ટીમની મધ્યક્રમને વધુ મજબૂત કરી શકે છે.

Advertisement

રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસન હવે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ની યેલો જર્સી પહેરશે. CSKએ તેને 18 કરોડ રૂપિયાની મોટી રકમ પર ટ્રેડ કરીને ટીમમાં જોડ્યો છે. આ સીઝનની સૌથી મોટી અને ચર્ચિત ડીલમાંની એક ગણાશે. લાંબા સમય સુધી CSKના મુખ્ય ખેલાડી રહેલો રવિન્દ્ર જાડેજા હવે રાજસ્થાન રોયલ્સનો હિસ્સો બનશે. તેમને 18 કરોડના બદલે 14 કરોડ રૂપિયાની સુધારેલી રકમ પર ટ્રેડ કરવામાં આવ્યા છે. આ સાથે સેમ કરનને પણ CSKએ 2.4 કરોડ રૂપિયામાં રાજસ્થાનને ટ્રેડ કર્યો છે.

Advertisement
Tags :
Advertisement