For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગોવા સરકારના મુખ્ય કલ્યાણ કાર્યક્રમ, ‘મ્હાજે ઘર યોજના’નો શુભારંભ કરાવ્યો

01:05 PM Oct 05, 2025 IST | revoi editor
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગોવા સરકારના મુખ્ય કલ્યાણ કાર્યક્રમ  ‘મ્હાજે ઘર યોજના’નો શુભારંભ કરાવ્યો
Advertisement

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગઈકાલે તલેઈગાંવના ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ઇન્ડોર સ્ટેડિયમ ખાતે આયોજિત એક કાર્યક્રમમાં ગોવા સરકારના મુખ્ય કલ્યાણ કાર્યક્રમ, ‘મ્હાજે ઘર યોજના’નો શુભારંભ કરાવ્યો.

Advertisement

આ યોજનાનો ઉદ્દેશ્ય સરકારી અને સામુદાયિક જમીનો પર બનેલા મકાનોને નિયમિત બનાવવાનો અને લાંબા સમયથી રહેતા લોકોને માલિકી હકો આપવાનો છે. શાહે બે હજાર 452 કરોડ રૂપિયાથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કર્યા. સભાને સંબોધતા ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, ‘મ્હાજે ઘર યોજના’ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ NDA સરકારો દ્વારા હાથ ધરવામાં આવેલા સુધારાના પ્રયાસોને પ્રતિબિંબિત કરે છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement