વિશ્વનો સૌથી મોટો ડેટા લીકઃ 1.3 અબજથી વધુ પાસવર્ડ અને 2 અબજ ઈમેઈલ ઓનલાઈન જાહેર
ડિજિટલ દુનિયામાં એક વિશાળ ડેટા લીકનો ખુલાસો થયો છે. 1.3 અબજથી વધુ પાસવર્ડ અને લગભગ 2 અબજ ઈમેઈલ એડ્રેસ ઓનલાઈન બહાર આવી ગયા છે. સાયબરસિક્યોરિટી નિષ્ણાતો કહી રહ્યા છે કે, આ ડેટા કોઈ એક મોટા હેકથી નથી આવ્યો, પરંતુ છેલ્લા ઘણા વર્ષોમાં ઈન્ટરનેટ અને ડાર્ક વેબ પર લીક થયેલા જુદા જુદા ડેટાને જોડીને તૈયાર કરાયો છે.
થ્રેટ ઇન્ટેલિજન્સ કંપની Synthiant એ અનેક વેબસાઈટ્સ અને ડાર્ક-વેબ ફોરમ્સમાંથી આ વિશાળ ડેટા ભેગો કર્યો છે. કંપની અગાઉ પણ 18 કરોડથી વધુ લીક થયેલા ઈમેઈલ અકાઉન્ટ શોધી ચૂકી છે. આ વખતે આખું ડેટા Have I Been Pwned ના ક્રિએટર ટ્રોય હન્ટને ચકાસણી માટે આપવામાં આવ્યું. હન્ટે ખુલાસો કર્યો કે આ લીકમાં જૂના ચોરાયેલા પાસવર્ડ ઉપરાંત ઘણા નવા પાસવર્ડ પણ પહેલી વાર જોવા મળ્યા છે.
Have I Been Pwnedએ આ નવા ડેટાને પોતાની ‘Pwned Passwords’ સર્વિસમાં ઉમેર્યું છે, જ્યાં લોકો પાસવર્ડ શેર કર્યા વગર પોતાનો પાસવર્ડ ચારાયો છે કે નહીં તે ચકાસી શકે છે.
- તમારો પાસવર્ડ લીક થયો છે કે નહીં રીતે ચકાસો
Have I Been Pwned*ની ‘Pwned Passwords’ સર્વિસ ખોલો
તમારો પાસવર્ડ દાખલ કરો, ચકાસણી તમારા બ્રાઉઝરમાં જ થાય છે, કોઈ ડેટા સર્વર પર નથી મોકલાતો
જો તમારો પાસવર્ડ લીક લિસ્ટમાં મળે તો તાત્કાલિક પાસવર્ડ બદલો
પાસવર્ડ બનાવવા માટે Bitwarden, LastPass, Proton Pass જેવા પાસવર્ડ મેનેજર્સ મફત પાસવર્ડ જનરેટર આપે છે.
- આ રીતે તમારા એકાઉન્ટ બનાવી શકો વધુ સુરક્ષિત
એક જ પાસવર્ડ અનેક જગ્યાએ ક્યારેય ન વાપરોઃ હેકર્સ એક લીક થયેલો પાસવર્ડ લઈને અનેક વેબસાઈટ્સ પર અજમાવે છે.
દરેક એકાઉન્ટ માટે યુનિક અને મજબૂત પાસવર્ડ બનાવોઃ આ સાયબર સુરક્ષાનું સૌથી પ્રથમ અને મહત્વપૂર્ણ પગલું છે.
ટૂ-ફેક્ટર ઓથેન્ટિકેશન (2FA) અવશ્ય ચાલુ રાખોઃ આ એક વધારાની સુરક્ષા લેયર પૂરું પાડી તમારા એકાઉન્ટને સુરક્ષિત કરે છે.
ડિવાઈસને મેલવેરથી સુરક્ષિત રાખોઃ નકલી લિંક્સ અને શંકાસ્પદ ફાઈલ્સથી દૂર રહો, અને વિશ્વસનીય એન્ટિવાયરસનો ઉપયોગ કરો.
પાસવર્ડની બદલે ‘પાસકી’નો ઉપયોગ કરોઃ પાસકી એક નવી ટેકનોલોજી છે જે ફિશિંગ અને પાસવર્ડ ચોરી સામે વધુ મજબૂત સુરક્ષા આપે છે.