For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ગાંધીનગર નજીક પૂરફાટ ઝડપે કાર ટ્રક પાછળ અથડાતા બે યુવાનોના મોત

04:34 PM Dec 08, 2024 IST | revoi editor
ગાંધીનગર નજીક પૂરફાટ ઝડપે કાર ટ્રક પાછળ અથડાતા બે યુવાનોના મોત
Advertisement
  • નાના ચિલોડાના લીંબડિયાના કેનાલ બ્રિજ પાસે બન્યો બનાવ,
  • ફાયર બ્રિગેડે કટરથી કારના દરવાજા કાપીને મૃતદેહ બહાર કાઢ્યા,
  • કારની પાછળની સીટમાં બેઠેલા મહિલા અને બાળકને ઈજા

ગાંધીનગરઃ જિલ્લામાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે, ત્યારે નાના ચિલોડા નજીક નર્મદા કેનાલ બ્રિજ પાસે વધુ એક અકસ્માત સર્જાયો હતો. નાના ચિલોડા સર્કલથી લીંબડીયા નર્મદા મુખ્ય કેનાલ બ્રિજ પાસે ગત મધરાતે ટ્રકની પાછળ બ્રેઝા કાર ઘૂસી જતાં બે યુવાનના ઘટનાસ્થળે કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. અકસ્માતના બનાવની જાઁણ થતાં પોલીસ દોડી ગઈ હતી. અને ફાયરબ્રિગેડની મદદ લેવામાં આવી હતી. ગાંધીનગર ફાયર બ્રિગેડના જવાનોએ કારનો દરવાજો અને બોડી રેસ્કયૂ સાધનો વડે કાપીને મૃતદેહ બહાર કાઢ્યા હતા. પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

આ અકસ્માતના બનાવની વિગતો એવી છે કે, ગાંધીનગરના લીંબડીયા નર્મદા મુખ્ય કેનાલ બ્રિજ પાસે ગત મધરાતે ગમખ્વાર અકસ્માત સર્જાતા બે યુવાનોના મોત નિપજ્યા હતા. હિંમતનગર તરફથી આવતી બ્રેઝા કારમાં પાંચ જણા સવાર હતા.  દરમિયાન નાના ચિલોડા સર્કલથી લીંબડીયા નર્મદા મુખ્ય કેનાલ બ્રિજ પાસે કારના ચાલકે પૂર ઝડપે વળાંક લેતા કાર ટ્રકની પાછળ ઘૂસી ગઈ હતી. જેમાં કારમાં આગળ બેઠેલા બે યુવકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે કારમાં પાછળની સીટમાં બેઠેલા મહિલા - બાળક ઇજાગ્રસ્ત થતાં સ્થાનિકોએ બહાર કાઢી લઈ 108 મારફતે સારવાર અર્થે મોકલી આપ્યા હતા. કારની એર બેગ પણ ખુલી ગઈ હતી

આ અકસ્માતના પગલે મોટી સંખ્યામાં રાહદારી વાહન ચાલકો એકઠા થઈ ગયા હતા અને બ્રેઝા કારમાં ફસાયેલા યુવાનોના મૃતદેહ બહાર કાઢવા માટે ગાંધીનગર ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. જેનાં પગલે ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. જોકે, અકસ્માત એટલો ભયાવહ હતો કે, કારનું પડિકુ વળી ગયું હતું અને કારમાં સવાર બંને યુવાનોના મૃતદેહ બહાર કાઢવા મુશ્કેલ ભર્યું કામ હતું. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા યુદ્ધના ધોરણે કારનો દરવાજો તેમજ કારની બોડી રેસ્કયૂના સાધનો વડે કાપવાની શરૂઆત કરી દીધી હતી અને ભારે જહેમત પછી મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. ફાયર બ્રિગેડની પ્રાથમિક તપાસમાં બંને યુવકના નામ વિજયકુમાર મનહરલાલ જાગેટિયા (શાહ) તેમજ દીપેશ રાજુભાઈ રમદાણી (શાહ) હોવાનું જાણવા મળ્યુ છે.  આ બનાવની જાણ થતાં પોલીસ પણ ઘટનાસ્થળ પર દોડી ગઈ હતી અને ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો.

Advertisement

Advertisement
Tags :
Advertisement