For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

જમ્મુ-કાશ્મીરના શોપિયામાં આતંકીઓના મદદ કરનારા બે શખ્સાસો ઝડપાયાં

12:44 PM May 19, 2025 IST | revoi editor
જમ્મુ કાશ્મીરના શોપિયામાં આતંકીઓના મદદ કરનારા બે શખ્સાસો  ઝડપાયાં
Advertisement

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીર પોલીસ અને સુરક્ષા દળોએ દક્ષિણ કાશ્મીરના શોપિયા જિલ્લાના ડીકે પોરા વિસ્તારમાંથી બે આતંકવાદી સાથીઓની ધરપકડ કરી છે. તેમના કબજામાંથી હથિયારો અને દારૂગોળો જપ્ત કરવામાં આવ્યો છે. 

Advertisement

અધિકારીઓએ આજે ​​સોમવારે આ માહિતી આપી છે. તેમણે કહ્યું કે, સેનાની 34RR, શોપિયા પોલીસ અને CRPFની 178 બટાલિયને સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. બંનેને ઇમામ સાહિબ પોલીસ સ્ટેશન હેઠળના ડીકે પોરા વિસ્તારમાં એક ચેકપોસ્ટ પર પકડવામાં આવ્યા હતા.

અધિકારીએ કહ્યું કે, તેમની પાસેથી બે પિસ્તોલ, બે મેગેઝિન, ડઝનબંધ રાઉન્ડ, બે ગ્રેનેડ અને અન્ય ગુનાહિત સામગ્રી મળી આવી છે. ધરપકડ કરાયેલા આતંકવાદી સાથીઓની ઓળખ ડીકે પોરાના ઝાહિદ અહમદ શેખ અને કઠવાના અનવર ખાન તરીકે થઈ છે.

Advertisement

અધિકારીએ કહ્યું કે, FIR નં. 25/2025 કલમ 13,18,20,39,7/27 IA એક્ટ હેઠળ પોલીસ સ્ટેશન ઈમામ સાહેબ ખાતે ગુનો નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

Advertisement
Tags :
Advertisement