અમદાવાદના SG હાઈવે પર YMCA પાસે નિર્માણાધિન બ્રિજનો સળિયો પડતા બેને ઈજા
- પીકઅપ અવર્સમાં લોખંડની એંગલ પડતા અફડા-તફડી મચી,
- એન્ગલ તૂટતા હાઇવે પરનો ટ્રાફિક વ્યવહાર ખોરવાયો,
- પોલીસ અને સંબંધિત અધિકારીઓનો કાફલો સ્થળ પર પહોંચી ગયો
અમદાવાદઃ શહેરના સરખેજ-ગાંધીનગર હાઇવે પર YMCA સર્કલ પાસે નિર્માણાધીન ફ્લાયઓવર પરથી લોખંડનો નાનો સળિયા પડતા રોડ સાઈડ પર જતા વાહનચાલકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટના આજે પીક અવર્સ દરમિયાન બની હતી, જેના કારણે હાઇવે પર ટ્રાફિક વ્યવહાર ખોરવાયો હતો. આ ઘટનામાં બાઈક સવાર બેને ઇજા પહોંચતાં તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
શહેરમાં સરખેજ-ગાંધીનગર હાઈવે પર વાયએમસી કલબ પાસે નિર્માણાધિન ફ્લાયઓવરનો લોખંડને સળિયો પડતા બે વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા હતા. તાત્કાલિક અસરથી ઈજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતા જ પોલીસ અને સંબંધિત અધિકારીઓનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને પરિસ્થિતિને નિયંત્રિત કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા.
આ ઘટનાને પગલે એસજી હાઇવે પર વાહનવ્યવહારને અસર પહોંચી હતી અને વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. ટ્રાફિકને વૈકલ્પિક માર્ગો પર વાળવાની કામગીરી ચાલી રહી છે. ફ્લાયઓવરના નિર્માણકાર્યમાં બેદરકારી રાખવામાં આવી હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે. આ ઘટના અંગે વધુ તપાસ ચાલી રહી છે.
પોલીસ સૂત્રોના કહેવા મુજબ નિર્માણાધિન બ્રિજ પાસે રસ્તો બેરિકેડથી બંધ હોવા છતાં એક બાઇકચાલક ત્યાંથી પસાર થતો હતો ત્યારે અચાનક સળિયા તેના પર પડી જતા તે ગંભીર રીતે ઘાયલ થયો. આ ઘટનાના તુરંત બાદ લોકોની ભીડ એકત્રિત થઈ હતી અને 108 એમ્બ્યુલન્સને બોલાવીને યુવકને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.