હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

જામનગર જિલ્લામાં અકસ્માતના બે બનાવ, ટેન્કર પાછળ કાર અથડાતા ઉદ્યોગપતિનું મોત,

05:53 PM Dec 07, 2024 IST | revoi editor
Advertisement

જામનગરઃ જિલ્લામાં રોડ અકસ્માતના બનાવો વધી રહ્યા છે. ત્યારે અકસ્માતના વધુ બે બનાવો બન્યા હતા. જેમાં અકસ્માતનો પ્રથમ બનાવમાં ઉદ્યોગકાર પિતા પુત્ર રાજકોટથી જામનગર આવી રહ્યા હતા, તે દરમિયાન ધ્રોળ નજીક ટેન્કરની પાછળ કાર ઘુસી જતાં અકસ્માત સર્જાયો હતો, અને 65 વર્ષના ઉદ્યોગપતિનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું, અકસ્માતના આ બનાવમાં  ઉદ્યોગપતિના પુત્રને સામાન્ય ઇજા થઈ છે. બીજો અકસ્માતનો બનાવ કાલાવાડ નજીક બન્યો હતો કાલાવડ વિસ્તારમાં એક સ્કૂટર તેમજ આઇસર વાહન વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જે અકસ્માતમાં બે મહિલાઓને ઈજા થવાથી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા.

Advertisement

પ્રથમ અકસ્માતના બનાવની વિગત એવી છે. કે, જામનગરમાં કામદાર કોલોની વિસ્તારમાં રહેતા અને લેથ મશીન ટુલ્સ સહિતના પાર્ટ્સ બનાવવાનું કારખાનું ધરાવતા માધવભાઈ ભુપેન્દ્રભાઈ બકરાણીયા તેમજ તેના પિતા ભુપેન્દ્રભાઈ તુલસીભાઈ બકરાણીયા (ઉ.વ. 65) કે જે પોતાના કામ સબબ જામનગરથી રાજકોટ ગયા હતા અને બપોરે બે વાગ્યાના અરસામાં રાજકોટથી જામનગર પરત ફરી રહ્યા હતા. જે દરમિયાન ધ્રોળ નજીક આગળ જઈ રહેલા ટેન્કરની પાછળ કાર ઘુસી જતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ભુપેન્દ્રભાઈ બકરાણીયાને ગંભીર ઈજા થઈ હોવાથી સૌ પ્રથમ ધ્રોળની સરકારી હોસ્પિટલમાં જ્યાથી વધુ સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેઓનું મૃત્યુ નીપજ્યું છે. આ અકસ્માત મામલે ધ્રોલ પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.

બીજા અકસ્માતના બનાવની વિગત એવી છે કે કાલાવડમાં ટોડા સોસાયટીમાં રહેતા અને ફીમેલ હેલ્થ વર્કર તરીકે નોકરી કરતા દક્ષાબેન ભુપેન્દ્રભાઈ રાખસિયા, કે જેઓ પોતાના ટુ વ્હીલરમાં ભારવીબેન નામના અન્ય મહિલાને બેસાડીને કાલાવડ રાજકોટ હાઇવે રોડ પરથી પસાર થઈ રહ્યા હતા, જે દરમિયાન એક આઇસરના ચાલકે તેઓને ઠોકર મારતાં બંને મહિલાઓને નાની મોટી ઈજા થઈ હોવાથી કાલાવડની સરકારી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાઈ છે.

Advertisement

Advertisement
Tags :
Aajna SamacharaccidentBreaking News GujaratiGujarati AkhbarGujarati HeadlinesGujarati newsGujarati News ChannelGujarati NewspaperGujarati ReportGujarati samacharJamnagar districtLatest News Gujaratilocal newsLocal SamacharLokpriya SamacharMajor NEWSMota BanavNews ArticleNews BlogNews in GujaratiNews LiveNews UpdatesPopular NewsSamachar ArticleSamachar BlogSamachar LiveSamachar SamacharTaja Samachartwo incidentsviral news
Advertisement
Next Article