હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

ભાવનગરમાં નવરાત્રીના પ્રથમ દિવસે બે ઈંચ વરસાદ પડતા રોડ-રસ્તાઓ પર પાણી ભરાયા

05:22 PM Sep 22, 2025 IST | Vinayak Barot
Advertisement

ભાવનગરઃ ગુજરાતમાં નવરાત્રી પર્વનો રંગેચંગે પ્રારંભ થઈ ગયો છે. ત્યારે નવરાત્રીના આજે પ્રથમ દિવસે 15 તાલુકામાં વરસાદ પડ્યો છે. જેમાં ભાવનગર શહેરમાં વહેલી સવારે ધોધમાર 2 ઈંચ વરસાદ વરસતા શેરી ગરબાના આયોજકો અને ખેલૈયાઓની ચિંતામાં વધારો થયો છે. ​ભાવનગરમાં આજે વહેલી સવારે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. વીજળીના કડાકા ભડાકા સાથે શરૂ થયેલા વરસાદે જોતજોતામાં બે ઇંચ પાણી વરસાવી દીધું હતું. બે ઈચ વરસાદને લીધે રોડ-રસ્તાઓ પર પાણી ભરાયા હતા.

Advertisement

આ વર્ષે વરસાદે આખો મોસમ મન મૂકીને બેટિંગ કરી છે. હજુ માંડ મેઘરાજાએ વિરામ લીધો હતો અને નવરાત્રિની શરૂઆત થઈ કે ફરી પાછો વરસાદી માહોલ જામ્યો છે. ભાવનગર શહેરના બે ઈંચ વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ​હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં પણ છૂટોછવાયો વરસાદ પડવાની શક્યતા છે. જો વરસાદ આમ જ ચાલુ રહેશે તો ગરબાના રંગમાં ભંગ પડી શકે છે. જોકે ખેલૈયાઓ અને ગરબા આયોજકો આશા રાખી રહ્યા છે કે વરસાદ વિરામ લે અને ગરબાની રમઝટ માણી શકાય.

ગુજરાતમાં આજે સવારથી બપોર સુધીમાં વાપી, ઉંમરગામ, વઘઈ, કપરાડા, ઉંમરપાડા, સહિત 15 તાલુકામાં વરસાદના ભારે ઝાપટાં પડ્યા હતા. હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ એટલે કે, 22થી 28 સપ્ટેમ્બર સુધી રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદનું વધુ જોર રહેશે.

Advertisement

હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ. એ. કે. દાસના જણાવ્યા અનુસાર, સમગ્ર ઉત્તર ગુજરાત પરથી મોન્સૂન વિદાય લઈ રહ્યું છે. બે દિવસ બાદ ગુજરાતમાંથી ચોમાસુ વિદાય લેશે. આજે અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, ભાવનગર, વલસાડ, જાફરાબાદ અને ભરૂચમાં વરસાદ ખાબકતા ગરબા આયોજકો અને ખેલૈયાની ચિંતામાં વધારો થયો છે.

 

 

Advertisement
Tags :
Aajna SamacharBhavnagarBreaking News GujaratiGujarati AkhbarGujarati HeadlinesGujarati newsGujarati News ChannelGujarati NewspaperGujarati ReportGujarati samacharLatest News Gujaratilocal newsLocal SamacharLokpriya SamacharMajor NEWSMota BanavNews ArticleNews BlogNews in GujaratiNews LiveNews UpdatesPopular NewsSamachar ArticleSamachar BlogSamachar LiveSamachar SamacharTaja Samachartwo inches of rain on the first day of Navratriviral news
Advertisement
Next Article