For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

પંચમહાલના કાલોલ-વેજલપુર વચ્ચે કાર અકસ્માતમાં બેનાં મોત, 3 ગંભીર

05:12 PM Dec 21, 2024 IST | revoi editor
પંચમહાલના કાલોલ વેજલપુર વચ્ચે કાર અકસ્માતમાં બેનાં મોત  3 ગંભીર
Advertisement

પેસેન્જરવેનનું ટાયર ફાટતાં ડિવાઈડર કૂદી અન્ય કાર સાથે અથડાઈ,
• અકસ્માતને લીધે ટ્રાફિકડામના દ્રશ્યો સર્જાયા,
• 9 પ્રવાસીઓને ઈજા

Advertisement

હાલોલઃ પંચમહાલ જિલ્લાના કાલોલ - વેજલપુર હાઈવે પર બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા બે લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતા. જ્યારે ત્રણ ગંભીર રીતે ઘવાયા હતો. પૂરફાટ ઝડપે આવી રહેલી પેસેન્જર વાનનું ટાયર ફાટતા વાન ડિવાઈડર કૂદીને સામેથી આવતી કાર સાથે અથડાટા અકસ્માત સર્જાયો હતો.

આ અકસ્માતના બનાવની વિગત એવી જાણવા મળે છે કે, પંચમહાલ જિલ્લાના કાલોલ અને વેજલપુરની વચ્ચે માઇકો કંપની સામે વેગનાર કાર અને મારુતિ વાન સામસામે અથડાતા વાનચાલક અને એક મુસાફરના ઘટનાસ્થળે કરુણ મોત નીપજ્યાં હતા, જ્યારે 09 ઇજાગ્રત પ્રવાસીઓને વધુ સારવાર માટે 108 એમ્બ્યુલન્સમાં ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ત્રણ મુસાફર ગંભીર ઘવાયા હોવાથી વધુ સારવાર માટે વડોદરા રીફર કરવામાં આવ્યા છે. આ અકસ્માતમાં મૃતકના નામ ચૌહાણ નરવતસિંહ કેસરીસિંહ બેઢીયા (ઉં.વ.44, વાનડ્રાઈવર) અને દશરથભાઈ રણજીતભાઈ ભોઈ હોવાનું જાણવા મળ્યુ છે.

Advertisement

આ અકસ્માતના બનાવની જાણ વેજલપુર પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. હાઇવેનો ટ્રાફિક ખુલ્લો કરાવી અકસ્માતમાં ઘવાયેલા ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડ્યા હતા. અકસ્માતનું કારણ પેસેન્જર માટે ફરતી મારુતિ વાનનું ટાયર ફાટવાથી ડિવાઈડર કૂદી અન્ય કાર સાથે અથડાઈ હતી.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આ અકસ્માતમાં વાનચાલક બેઢીયા ગામના નરાવત કેસરીસિંહ ચૌહાણનું અને પેસેન્જર વેજલપુરના દશરથભાઈ રયજીભાઈ ભોઈનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય નવ મુસાફર ઇજાગ્રસ્ત થયા હતા, જેઓને ગોધરા સિવિલ હોસ્પિટલ સારવાર આપવામાં આવી હતી. જે પૈકી ત્રણને વધુ સારવાર માટે રીફર કરવામાં આવ્યા હતા.

Advertisement
Tags :
Advertisement