હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

રાજકોટની ખાનગી મેટરનીટી હોસ્પિટલના CCTV કૂટેજ વેચનારા બે આરોપીની મહારાષ્ટ્રથી ધરપકડ

05:26 PM Feb 19, 2025 IST | revoi editor
Advertisement

રાજકોટઃ શહેરની ખનગી મેટરનીટી હોસ્પિટલમાં સારવાર માટે આવેલી મહિલાઓના આપત્તિજનક સીસીટીવી ફૂટેજ વાઇરલ થતાં ગંભીર સવાલો ઊઠ્યા છે. આ કેસમાં અમદાવાદ સાયબર ક્રાઇમની ટીમ આ કેસમાં ઊંડાણથી તપાસ કરી રહી છે. આ વીડિયો ટેલિગ્રામ અને યુટ્યૂબ ચેનલ પર કેટલાક મહિનાઓ પહેલાં અપલોડ થયા હતા. આવી ગંભીર બાબત સાગર પટોળિયા નામના યુવાનના ધ્યાને આવી હતી. એટલે તેમણે અમદાવાદ સાયબર ક્રાઇમની ટીમને તેની જાણકારી આપી હતી અને પછી આખું પ્રકરણ ખૂલ્યું હતું. આ બનાવમાં અમદાવાદ સાયબર ક્રાઈમ પોલીસે મહારાષ્ટ્રથી બે આરોપીની ધરપકડ કરી છે.

Advertisement

રાજકોટની ખાનગી મેટરનીટી હોસ્પિટલમાં મહિલાઓના સારવાર દરમિયાનના ચેકઅપના સીસીટીવી વેચવાના કૌભાંડમાં અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે મહારાષ્ટ્રથી બે આરોપી ધરપકડ કરી છે. આ બંને આરોપીઓ ટેલિગ્રામ ચેનલમાં આ પ્રકારના દૃશ્યો વેચતા હતા. આ માટે તેઓ લોકો પાસેથી મોટી રકમ લેતા હોવાની વિગતો પણ અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચ પાસે આવી છે. બીજી તરફ રાજકોટની હોસ્પિટલમાંથી સીસીટીવી આઇપીના આધારે હેક થયા હોવાની પણ સ્પષ્ટતા અમદાવાદ સાયબર ક્રાઇમ પાસેથી થઈ રહી છે. ટૂંક સમયમાં મહારાષ્ટ્રથી બન્ને આરોપીને લઈ અમદાવાદ સાઇબર ક્રાઇમ ગુજરાત પહોંચશે. અને બન્ને આરોપીની રિમાન્ડ દરમિયાન સાચી વિગતો જાણવા મળી શકશે.

અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચના સૂત્રોના કહેવા મુજબ  મેટરનીટી હોસ્પિટલમાં મહિલાઓની સારવાર દરમિયાન સીસીટીવી ફૂટેજ મેળવીને અલગ-અલગ લોકોને ટેલિગ્રામ ચેનલ પર જોવા માટે લિંક મોકલવાના પ્રકરણમાં બે આરોપીને અમદાવાદ સાઇબર ક્રાઈમ બ્રાન્ચની ટીમે મહારાષ્ટ્રના બે અલગ-અલગ જિલ્લામાંથી ધરપકડ કરી છે. આ બંને આરોપીઓ પહેલાથી આ પ્રકારે મહિલાઓના અશ્લીલ વીડિયો વેચીને કમાણી કરતા હતા. હજી પણ આ સમગ્ર દિશામાં તપાસ ચાલી રહી છે. આ બંને આરોપીને અમદાવાદ સાબર ક્રાઈમ બ્રાન્ચ લાવ્યા બાદ તેની વધુ પૂછપરછ કરવામાં આવશે.

Advertisement

વધુમાં ઉમેર્યું કે, રાજકોટની જે હોસ્પિટલમાં સીસીટીવી આ યુ-ટ્યુબ ચેનલમાં અપલોડ કરવામાં આવ્યા હતા તે તપાસમાં પણ સ્પષ્ટ થયું છે કે હોસ્પિટલના સીસીટીવી કેમેરાના આઈપીના આધારે ફૂટેજ હેક કરવામાં આવ્યા હતાં. બાદમાં આ ફૂટેજ સોશિયલ મીડિયા પર વેચતા કરી દીધા હતાં.

Advertisement
Tags :
Aajna SamacharBreaking News GujaratiCCTV Cottage SellersGujarati AkhbarGujarati HeadlinesGujarati newsGujarati News ChannelGujarati NewspaperGujarati ReportGujarati samacharLatest News Gujaratilocal newsLocal SamacharLokpriya SamacharMajor NEWSMota BanavNews ArticleNews BlogNews in GujaratiNews LiveNews UpdatesPopular NewsPrivate Maternity HospitalrajkotSamachar ArticleSamachar BlogSamachar LiveSamachar SamacharTaja Samachartwo accused arrestedviral news
Advertisement
Next Article