નોઈડામાં વિવિધ ગુનામાં ફરાર બે રિઢા ગુનેગાર ઝડપાયાં
નવી દિલ્હીઃ નોઈડા પોલીસે ચેકિંગ દરમિયાન બે આરોપીની ધરપકડ કરી છે. પહેલાં અલગ-અલગ વિસ્તારોમાં પોલીસનું આ આરોપીઓ સાથે ઘર્ષણ થયું હતું. આ આરોપીઓએ એનસીઆરમનાં અલગ-અલગ વિસ્તારોમાં ગુના કર્યા છે. પોલીસે માહિતી આપી છે કે, થાના સેક્ટર 58 નોએડા પોલીસ અને મોબાઇલ સ્નેચર વચ્ચે ઘર્ષણ થયું હતું. 29 ડિસેમ્બરની રાતે થાણા સેક્ટર 58 પોલીસ નવા વર્ષના અંગે સુરક્ષા અને શાંતિ વ્યવસ્થા માટે વાહનની ચેકિંગ કરી રહી હતી. આ દરમિયાન સંકાસ્પદ બાઈક સવાર વ્યક્તિ હવે દેખાયા હતા.પોલીસની ટીમે તેમનો પીછો કર્યો હતો.
બાઈક ડિવાઈડર સાથે અથડાતા આરોપીઓએ પોલીસ ટીમ પર ગોળીબાર કર્યો. પોલીસ ટુકડીએ પણ જવાબી કાર્યવાહી કરી હતી. જેમાં એક આરોપી ઘાયલ થયો હતો. આ રોપીનું નામ ચેતન કુમાર ગુપ્તા છે તેની ઉંમર 24 વર્ષ છે. તે ગાઝિયાબાદના ખોડા કોલોનીનો રહેવાસી છે. આરોપીઓ પાસેથી 315 બોરની એક ગેરકાયદેસર પિસ્તોલ, 1 જીવતો અને 1 સ્પેન્ડ કારતૂસ મળ્યો આ ઉપરાંત ચોરીનું બાઈક અને 10 ચોરીના મોબાઈલ મળી આવ્યા છે. આ આરોપી વોન્ટેડ હતો. પોલીસ તેને શોધી રહી હતી.
અન્ય એક કિસ્સામાં, નોઈડાના ફેઝ 3 પોલીસ સ્ટેશનમાં તપાસ કરતી વખતે એક ગુનેગાર સાથે એન્કાઉન્ટર થયું હતું. જેમાં પોલીસની ગોળી વાગતાં ગુનેગાર ઘાયલ થયો હતો. તેની પાસેથી ગેરકાયદેસર હથિયાર મળી આવ્યું છે. ગુનેગાર એનસીઆરમાં વાહન ચોરી અને મોબાઈલ સ્નેચિંગના ગુના કરે છે. NCRના અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં આના પર ઘણા કેસ નોંધાયેલા છે.