હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

સુરત શહેરમાં 31 સ્પીડગન સાથે ટ્રાફિક પોલીસ ઓવરસ્પીડ વાહનોને શોધી રહી છે

04:51 PM Jun 06, 2025 IST | revoi editor
Advertisement

સુરતઃ શહેરમાં પૂરફાટ ઝડપે દોડતા વાહનોને કારણે અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. ત્યારે ઓવરસ્પીડમાં દોડતા વાહનચાલકોને અંકૂશમાં લેવા શહેર પોલીસે 13 જેટલી સ્પીડ ગન સાથે અભિયાન શરૂ કર્યું છે. ટ્રાફિક પોલીસના જવાનો સ્પીડગન સાથે રોડ સાઈડ પર ઊભા રહેશે. અને નિયત કરતા વધુ સ્પીડ વાહનોની હશે તો ઓટોમેટિક મેમો જનરેટ જઈને વાહન માલિકના મોબાઈલ ફોન પર આવી જશે. અને ટ્રાફિકના નવા કાયદા મુજબ દંડ ભરવો પડશે.

Advertisement

સુરત શહેરમાં રોડ અકસ્માતમાં હેડ ઇન્જરીના કારણે થતાં મોત ઘટાડવા માટે દ્વિચક્રી વાહન ચાલકો માટે હેલ્મેટ અનિવાર્યની ઝૂંબેશ ચલાવ્યા બાદ હવે ઓવર સ્પીડના કારણે થતા અકસ્માતો પર કાબુ મેળવવા સુરત પોલીસે કમર કસી છે. રાજ્ય સરકારે ફાળવેલી 31 સ્પીડ ગન અપગ્રેડ કરી પોલીસ આખા સુરતમાં ઓવરસ્પીડ વાહનો ચલાવનારા સામે દંડની ઝુંબેશ ચલાવશે. આ અંગે ટ્રાફિક પોલીસ માટે ગન ઓપરેટિંગ તાલીમ શિબિરનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.

શહેર ટ્રાફિક પોલીસના સૂત્રોના કહેવા મુજબ મોટર વ્હીકલ એક્ટ અનુસાર, શહેરના માર્ગો પર દોડતા જુદા જુદા વાહનો માટે સ્પીડ લિમિટ નક્કી કરવામાં આવી છે. છતાં વાહન ચાલકો દ્વારા બેકામ અને ઓવર સ્પીડ વાહનો હંકારવામાં આવે છે જેને કારણે અનેક વખત અકસ્માત પણ સર્જાતા હોય છે. જોકે આવા ઓવર સ્પીડ વાહનો પર લગામ લગાવવા માટે પોલીસ તંત્રને વાહનોની ગતિ માપતી સ્પીડ ગન ફાળવવામાં આવી છે. જેને અપગ્રેડ કરી વન નેશન વન ચલણ સાથે જોડી દેવામાં આવી છે.

Advertisement

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે,  અગાઉ પણ ટ્રાફિક પોલીસ પાસે સ્પીડ ગન હતી પણ હવે આ આધુનિક અને અપડેટ સ્પીડ ગન છે. જે રસ્તા પર દોડતા વાહનની ગતિ માપી ઓવર સ્પીડ વાહનોના માલિકોને ઈ ચલણ જનરેટ કરીને તેમના મોબાઇલ પર મોકલી આપશે. આ સ્પીડ ગન વન નેશન વન ચલણ હેઠળ કામ કરશે. કોઈ પણ રાજ્યનું વાહન હોય ઓવર સ્પીડના કિસ્સામાં તે વાહન માલિકના એડ્રેસ પર ચલણ પહોંચી જશે અને મોબાઇલ પર પણ તેનો મેસેજ મળી જશે. આ સ્પીડ થકી ઓવર સ્પીડના કારણે થતા અકસ્માતો પર કાબુ મેળવી શકાશે એવી આશા પોલીસ વિભાગના અધિકારીઓ વ્યક્ત કરી રહ્યા છે.

Advertisement
Tags :
Aajna SamacharBreaking News Gujaraticampaign against overspeeding vehiclesGujarati AkhbarGujarati HeadlinesGujarati newsGujarati News ChannelGujarati NewspaperGujarati ReportGujarati samacharLatest News Gujaratilocal newsLocal SamacharLokpriya SamacharMajor NEWSMota BanavNews ArticleNews BlogNews in GujaratiNews LiveNews UpdatesPopular NewsSamachar ArticleSamachar BlogSamachar LiveSamachar SamacharSurat cityTaja Samachartraffic police with 31 speed gunsviral news
Advertisement
Next Article