ટોરેન્ટ ફાર્મા: અમન મહેતાની મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિમણૂંક કરાઈ
ટોરેન્ટ ફાર્માએ જણાવ્યું હતું કે, અમન મહેતા, હાલમાં ટોરેન્ટ ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડના પૂર્ણકાલીન ડિરેક્ટર છે. તેઓએ બોસ્ટન યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં ડિગ્રી અને કોલંબિયા યુનિવર્સિટી, ન્યુ યોર્કમાંથી MBAની પદવી પ્રાપ્ત છે. ગ્રુપ સાથેની તેમની સફર દરમિયાન, તેમણે પાવર અને ફાર્મા બંને ક્ષેત્રોમાં નેતૃત્વની ભૂમિકાઓ નિભાવી છે.
ટોરેન્ટ ફાર્મામાં એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકેની ભૂમિકામાં, તેઓ મુખ્યત્વે ઇન્ડિયા બિઝનેસમાં સામેલ હતા, જે ટોરેન્ટ ફાર્માની કુલ આવકમાં સૌથી મોટો ફાળો ધરાવે છે. તેમણે યુનિકેમના એક્વિઝિશન અને એકીકરણ, ક્યુરાશિયો હેલ્થકેરની એક્વિઝિશન માટેની વ્યૂહાત્મક ઓળખ અને તેના એકીકરણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આ બંને એક્વિઝિશન ને કારણે કંપનીને નોંધપાત્ર મૂલ્ય અને સિનર્જી નો લાભ પ્રાપ્ત થયો હતો.
તેમની હાલની પૂર્ણકાલીન ડિરેક્ટર તરીકેની નિમણૂક પછીથી તેમણે ઇન્ડિયા બિઝનેસની વૃદ્ધિ અને તેમાં પરિવર્તનની દિશા પર નોંધપાત્ર રીતે કામ કરવાનું ચાલુ રાખ્યું છે. તેમના નેતૃત્વના નોંધપાત્ર યોગદાનમાં ઓર્ગેનિક વૃદ્ધિ અને વ્યૂહાત્મક ઇન-લાઇસન્સિંગ દ્વારા કંપનીના બજારહિસ્સાનું વિસ્તરણ, કાર્ડિયાક અને ડાયાબિટીસ પોર્ટફોલિયોમાં ટર્નઅરાઉન્ડ અને કંપનીના પ્રદર્શન અને રેન્કિંગમાં નોંધપાત્ર સુધારો લાવવા સાથે કંપનીના કન્ઝ્યુમર હેલ્થ ડિવિઝનનો પ્રારંભ કરાવવાનો સમાવેશ થાય છે. તેમના નેતૃત્વ હેઠળ, R&D વધુ સચોટ રીતે કંપનીના વ્યવસાયની વ્યૂહરચના સાથે સંરેખિત થયું છે, જેમાં વિભિન્ન ઉત્પાદનના વિકાસ અને મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સના ઝડપી અમલીકરણ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. તેમના માર્ગદર્શનથી ઉત્પાદન અને પુરવઠા શૃંખલાના કાર્યોમાં ઉત્કૃષ્ઠ પહેલને આગળ વધારવામાં મદદ મળી છે, જેના કારણે ઉત્પાદકતા, ખર્ચ કાર્યક્ષમતા, માર્જિન અને સર્વિસ સ્તર પર ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ મળી છે.