કોમન વેલ્થ ગેમ 2030 અમદાવાદના આંગણે રમાશે, ગુજરાત માટે ઐતિહાસિક નિર્ણય
- સ્કોટલેન્ડના ગ્લાસોમાં યોજાયેલી બેઠકમાં લેવાયો નિર્ણય,
- પ્રથમવાર ઇન્ટરનેશનલ લેવલની મલ્ટીસ્પોર્ટ્સ ગેમ્સનું આયોજન દિલ્હી બહાર થશે,
- અમદાવાદનું નામ વર્લ્ડ સ્પોર્ટસ એક્ટિવિટીમાં દુનિયામાં અંકીત થશે
અમદાવાદઃ કોમન વેલ્થ ગેમની યજમાની કરવાનો અનેરો અવસર અમદાવાદને મળ્યો છે. કોમન વેલ્થ ગેમ 2030 અમદાવાદના આંગે રમાશે. ગુજરાત માટે આ નિર્ણય ખૂબ ઐતિહાસિક છે. કોમનવેલ્થ ગેમ્સની 2030ની યજમાની અમદાવાદનો નિર્ણય લેવાઈ ચૂક્યો છે. સ્કોટલેન્ડના ગ્લાસગો શહેરમાં થયેલી મિટિંગમાં અમદાવાદના નામ પર મહોર લગી ગઈ છે. ગ્લાસમોમાં આ ગર્વીલી ક્ષણના સાક્ષી બનવા માટે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની આગેવાનીમાં ભારત તરફથી એક ડેલિગેશન પહોંચ્યું છે. કોમનવેલ્થ સ્પોર્ટ એ એવી સંસ્થા છે, જે કોઈ દેશને યજમાની આપવાનો નિર્ણય લે છે.
કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરવું એ માત્ર રમતગમતના દૃષ્ટિકોણથી જ નહીં, આંતરરાષ્ટ્રીય સ્તરે એની સમૃદ્ધિ, વિઝન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની રીતે પણ મહત્ત્વનું માનવામાં આવે છે. અત્યારસુધી ઓસ્ટ્રેલિયા, કેનેડા, ઇંગ્લેન્ડ, ભારત, ન્યૂઝીલેન્ડ વગેરે સહિત નવ અલગ-અલગ દેશો કોમનવેલ્થ ગેમ્સની યજમાની કરી ચૂક્યા છે. એમાં ઓસ્ટ્રેલિયાએ 5 વખત કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કર્યું છે. જ્યારે ભારતે અત્યારસુધીમાં 3 મલ્ટીસ્પોર્ટ્સ ગેમ્સનું આયોજન કર્યું છે, જેમાં 1951 અને 1982 એશિયન ગેમ્સ અને 2010ની કોમનવેલ્થ ગેમ્સનો સમાવેશ થાય છે. આ ત્રણેય રમતોનું આયોજન દિલ્હીમાં જ થયું હતું. હવે કોમનવેલ્થ ગેમ્સ-2030ની યજમાની અમદાવાદને મળી ચૂકી છે. એટલે પહેલીવાર એવું બનશે કે કોઈ ઇન્ટરનેશનલ લેવલની મલ્ટીસ્પોર્ટ્સ ગેમ્સનું આયોજન દિલ્હી બહાર થશે. એટલું જ નહીં, 2030માં જ્યારે અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સ યોજાશે ત્યારે એક સંયોગ એવો પણ છે કે કોમનવેલ્થ ગેમ્સના આયોજનની 100મી વર્ષગાંઠ પણ હશે. આમ તો છેલ્લાં ત્રણેક વર્ષથી અમદાવાદમાં ઓલિમ્પિક યોજવા માટેની તૈયારીઓમાં સરકાર લાગી ગઈ હતી. કારણ કે કોમનવેલ્થ ગેમ્સના આયોજનને એક ટેસ્ટ ઇવેન્ટ તરીકે જોવામાં આવી રહ્યું છે. અમદાવાદમાં કોમનવેલ્થ યોજાય એટલે વડાપ્રધાન મોદીથી માંડીને કેન્દ્રીય ખેલ મંત્રાલય તેમજ ગુજરાત સરકાર ઘણા સમયથી પ્રયાસરત હતા. આ મહેનત હવે રંગ લાવી છે.