For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ટોરેન્ટ ગ્રુપના યુ.એન.એમ. ફાઉન્ડેશન દ્વારા અમદાવાદમાં એક અદ્યતન સર્વાંગી ન્યુરો -પુનર્વસન સેન્ટર "સંકલન"નું અનાવરણ કરાયું

05:50 PM Oct 12, 2025 IST | revoi editor
ટોરેન્ટ ગ્રુપના યુ એન એમ  ફાઉન્ડેશન દ્વારા અમદાવાદમાં એક અદ્યતન સર્વાંગી ન્યુરો  પુનર્વસન સેન્ટર  સંકલન નું અનાવરણ કરાયું
Advertisement

અમદાવાદ : જરૂરિયાતમંદ લોકોનો ગુણવત્તાયુક્ત અને રાહતદરે ન્યુરો રિહેબિલિટેશનની સુલભતા સુનિશ્ચિત કરવાની દિશામાં નોધપાત્ર પગલુ ભરતાં ટોરેન્ટ ગ્રુપના યુ.એન.એમ. ફાઉન્ડેશન દ્વારા રવિવારે અમદાવાદમાં એક અત્યાધુનિક ન્યુરો પુનર્વસન સુવિધા સેન્ટર "સંકલન"નું અનાવરણ કરવામાં આવ્યું.

Advertisement

૩૦,૦૦૦ ચોરસ ફૂટમાં ફેલાયેલા આ સેન્ટરમાં મોટાભાગે સમાજના વંચિત વર્ગના જરૂરિયાતમંદ દર્દીઓને સેવાઓ પુરી પાડવામાં આવશે.
ન્યુરો રિહેબિલિટેશનના ભવિષ્યને રિડિફાઈન કરવા માટે રચાયેલ, સંકલન એક અનોખા મોડેલને અનુસરે છે, જે મલ્ટીપલ થેરાપિસ, અભિગમો અને શાખાઓને સર્વાંગી સારવાર, રિકવરી અને સંભાળ માટે એક માળખામાં એકીકૃત કરે છે.

ન્યુરો રિહેબિલિટેશન, એ એક વિશિષ્ટ પ્રકારની ઉપચાર પદ્ધતિ છે, જે મગજના કાર્યમાં ખામીને કારણે વ્યક્તિઓને થતી ન્યુરોલોજીકલ બીમારીઓ અને પરિણામે ઇન્ટીગ્રેટેડ અને સંકલિત, સંવેદનાત્મક અને મોટર ફંકશન્સ કરવામાં પડતી મુશ્કેલીમાંથી સ્વસ્થ થવામાં મદદ કરે છે. ન્યુરો રિહેબિલિટેશન મગજના રિલર્નિંગ અને રિવાયરિંગની પ્રક્રિયા દ્વારા આ કાર્યોને સંપૂર્ણપણે અથવા આંશિક રીતે પુનઃસ્થાપિત કરવાનો પ્રયાસ કરે છે.

Advertisement

સંકલન એક એવી ઇકોસિસ્ટમ બનાવવાની ઈચ્છાશક્તિ સાથે શરૂ કરવામાં આવ્યુ છે, જ્યાં સારવાર મેળવેલ ન્યુરોલોજીકલ પડકારો ધરાવતા વ્યક્તિઓ ગતિશીલતા, સંદેશાવ્યવહાર અને જ્ઞાનાત્મક કુશળતા પુનઃ પ્રાપ્ત કરે અને ખુશી, ગૌરવ સાથે, કાર્ય પર પરત ફરવા, તેમજ સામાજિક જીવનની શક્યતાઓને પુનઃ પ્રાપ્ત કરી શકે.

સંકલનના ઉદ્ઘાટન સમારોહમાં ટોરેન્ટ ગ્રુપના ચેરમેન એમેરિટસ શ્રી સુધીર મહેતા અને ન્યુરોલોજી ક્ષેત્રના પ્રખ્યાત વરિષ્ઠ ડોકટરો અને નિષ્ણાતો ઉપસ્થિત રહ્યા હતા. જાણીતા ન્યુરોલોજીસ્ટ ડૉ. સાગર બેટાઈએ 3 દર્દીઓના કેસ સ્ટડી રજૂ કર્યા અને ન્યુરો-રિહેબિલિટેશનના આશાસ્પદ પરિણામો વિશે સમજ આપી. ડૉ. વિવેક મિશ્રા દ્વારા ન્યુરો રિહેબિલિટેશનમાં થઇ રહેલી પ્રગતિ - નોન-ઇન્વેસિવ બ્રેઇન સ્ટીમ્યુલેશનની ભૂમિકા પર પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું.

UNM ફાઉન્ડેશનના હેલ્થકેર ઇનિશિયેટિવ્સના વડા ડૉ. ચૈતન્ય દત્તે જણાવ્યું હતું કે, "સંકલન ખાતે અમારો ઉદ્દેશ્ય એવા મુદ્દાઓનું વ્યાપક મૂલ્યાંકન કરવાનો છે, કે જેને સંબોધિત કરવાની જરૂર છે, જેથી વ્યક્તિની માનસિક અને શારીરિક ક્ષમતાઓને શક્ય તેટલી વધુ અને ઘટના પહેલાની સ્થિતિમાં પુનઃસ્થાપિત કરી શકાય. આ કેન્દ્રનું નામ – સંકલન, એક સહિયારા ઉદ્દેશ્ય તરફ એકસાથે કામ કરતા વિવિધ શાખાઓના સમૂહને દર્શાવે છે. “સંકલન” એ ન્યુરોલોજીકલ પુનર્વસનમાં એક નવા પ્રકરણની શરૂઆત છે."

ટોરેન્ટ ગ્રુપના ડિરેક્ટર શ્રી જિનલ મહેતાએ જણાવ્યું હતું કે, “સંકલન” વિજ્ઞાન, કરુણા અને ટેકનોલોજીને જોડે છે અને ન્યુરોલોજીકલ પડકારો ધરાવતા વ્યક્તિઓને તેમની સ્વતંત્રતા અને ગૌરવ પાછું મેળવવામાં મદદ કરવાના પ્રયાસ કરશે. આ અદ્યતન હોલિસ્ટિક ન્યુરો રિહેબિલિટેશન સેન્ટર, ન્યુરો રિહેબિલિટેશનના ક્ષેત્રમાં અમે જે કરવા માંગીએ છીએ તેનો એક પાયલોટ પ્રોજેક્ટ છે. આગળ જતાં, આ સુવિધાને ઇન-પેશન્ટ્સ (IPD) ને પણ પુરી પાડવામાં આવશે. સમય જતાં, અમે સુરત, વડોદરા અને રાજકોટ સહિત ગુજરાતના અન્ય શહેરોમાં અને આખરે દેશના અન્ય ભાગોમાં આ મોડેલનું અનુકરણ કરવાની યોજના બનાવા ઇચ્છીએ છીએ.”

ઝડપી, મહત્વાકાંક્ષી અને તણાવપૂર્ણ જીવનશૈલી સહિત વિવિધ કારણોસર સ્ટ્રોક, મગજની ઇજા, કરોડરજ્જુની ઇજા, વય-સંબંધિત ડીજનરેટિવ રોગો, વગેરેના બનાવોમાં વધારો થયો છે. જ્યારે હોસ્પિટલો જીવન બચાવવા પર ભાર મૂકીને સંભાળ પૂરી પાડે છે, ત્યારે તેઓ સામાન્ય રીતે જીવનની પહેલાં જેવી ગુણવત્તા, આત્મનિર્ભરતા, પુનઃરોજગારીની શક્યતા અને દર્દીના આત્મસન્માનને પાછું લાવવા માટે સજ્જ નથી.

સંકલનની એક અનોખી વિશેષતા એ છે કે સ્ટ્રોક, ટ્રોમેટિક બ્રેઈન ઈન્જરી અથવા કરોડરજ્જુની ઈજા જેવી ન્યુરોલોજીકલ સ્થિતિઓ પછી ક્ષતિગ્રસ્ત ક્ષમતાઓ પાછી મેળવવા માટે દરેક દર્દીની રિકવરી યાત્રા માટે દર્દી-વિશિષ્ટ સારવાર પ્રોટોકોલ. આ વ્યક્તિગત ઉપચાર યોજનાઓ, માપી શકાય તેવા ટૂંકા ગાળા અને લાંબા ગાળાના ધ્યેયો અને સમયાંતરે પ્રગતિ સમીક્ષાઓ પર ધ્યાન કેન્દ્રિત કરીને ઘડવામાં આવે છે. સેન્ટર ખાતેની અનોખી ઓકક્યુપેશનલ થેરાપી, દર્દીની રહેવાની પરિસ્થિતિઓનું અનુકરણ કરે છે, જેથી તેમને તેમના ઘરે ઝડપથી એડજસ્ટ કરવામાં મદદ મળે.

દરેક પેશન્ટ પ્રોગ્રામ, વિચારપૂર્વક એવા ઉપચાર લક્ષ્યો સાથે ડિઝાઇન કરવામાં આવે છે, જે પુરાવા-આધારિત હોય અને દરેક દર્દીની ભાવનાત્મક, સામાજિક અને કાર્યાત્મક જરૂરિયાતો સાથે સુસંગત હોય. સંભાળ રાખનારાઓ અને પરિવારો સક્રિય સહભાગીઓ તરીકે સામેલ થાય છે, જે સારવાર કેન્દ્રની ચાર દિવાલોથી આગળ વિસ્તરેલી સંભાળ યાત્રા સુનિશ્ચિત કરે છે.

આ અનોખું મોડેલ ખાતરી કરે છે કે સૌથી આર્થિક રીતે હાંસિયામાં ધકેલાઈ ગયેલા દર્દીઓ પણ કોમ્પ્રોમાઇઝ વિના વિશ્વ-સ્તરીય સારવાર મેળવે.

સંકલન આશા, નવીનતા અને સમાવેશકતાના દીવાદાંડી તરીકે ઊભું છે - જે UNM ફાઉન્ડેશનના લોકો અને સમાજના સુખાકારી પર ભાર મૂકવાની ફિલસૂફી સાથે સુસંગત છે. સામૂહિક રીતે, કેન્દ્ર, પુરાવા-આધારિત પુનર્વસન કાર્યક્રમો પ્રદાન કરશે, જે ક્લિનિકલ શ્રેષ્ઠતાને કરુણાપૂર્ણ સંભાળ સાથે મિશ્રિત કરે છે. દર્દીઓમાં આત્મવિશ્વાસ જગાડવાનો પ્રયાસ કરવામાં આવશે, જેથી તેઓ લગભગ સામાન્ય જીવન જીવી શકે અને અગાઉની મોટાભાગની જ્ઞાનાત્મક અને શારીરિક ક્ષમતાઓ પાછી મેળવી શકે.

આ સુવિધા ન્યુરોલોજીના ક્ષેત્રમાં કેટલીક અદ્યતન તકનીકોથી સજ્જ છે જેમાં fNIRS (ફંક્શનલ નીયર-ઇન્ફ્રારેડ સ્પેક્ટ્રોસ્કોપી), નોન-ઇન્વેસિવ બ્રેઇન સ્ટીમ્યુલેશન, એસોગ્લોવ, ઇ-હેલ્પર એક્સોસ્કેલેટન + રીટેરા, ન્યુરો ઓડિયો, માયરો, વગેરેનો સમાવેશ થાય છે.
નિદાન અને અભ્યાસ માટે અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરવા ઉપરાંત, સંકલન શરૂઆતમાં ન્યુરો ફિઝિશિયન, ફિઝિયાટ્રિસ્ટ, ફિઝિયોથેરાપિસ્ટ, મનોવૈજ્ઞાનિકો, સમાજશાસ્ત્રીઓ, સુવિધા આપનારાઓ, બાયો મેડિકલ એન્જિનિયરો, ડેટા સાયન્ટિસ્ટ અને સમુદાય આઉટરીચ વ્યાવસાયિકો સહિત લગભગ 63 બહુ-શાખાકીય નિષ્ણાતોની ટીમ સાથે કાર્ય કરશે.

આગળ વધતા અને પ્રારંભિક શિક્ષણના આધારે, UNM ફાઉન્ડેશન અમદાવાદમાં સાયન્સ સિટી રોડ નજીક 3.5 એકરમાં ફેલાયેલું એક સંપૂર્ણ પુનર્વસન કેન્દ્ર વિકસાવવાની યોજના ધરાવે છે.

Advertisement
Tags :
Advertisement