હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

ગુજરાતમાં 53 ટોલ પ્લાઝા પર 24780 કરોડનો ટોલટેક્સ વસુલાયો

05:03 PM Nov 29, 2024 IST | revoi editor
Advertisement

અમદાવાદઃ ગુજરાતમાં નેશનલ અને સ્ટેટ હાઈવે પર ટોલ ઉઘરાવવામાં આવે છે. રાજ્યમાં 1400 કિમીના રોડનો નેશનલ હાઈવેમાં સમાવેશ થાય છે. નેશનલ હાઈવે બનાવીને એના ખર્ચની વસુલાત માટે ટોલ ટેક્સ ઉઘરાવવામાં આવતો હોય છે. પરંતુ આશ્વર્યની વાત તો એ છે કે, હાઈવે બનાવવાનો ખર્ચ પુરેપુરો વસુલ થયો હોવા છતાંયે હજુપણ ટોલ વસુલવામાં આવી રહ્યો છે. અને રાજ્યના વાહનચાલકોના ખિસ્સા હળવા થઈ રહ્યા છે.

Advertisement

ગુજરાતમાં 53 ટોલ પ્લાઝા પર અત્યાર સુધીમાં 24780 કરોડનો ટોલ ટેક્સ ઉગરાવવામાં આવ્યો છે. અને હજુપણ ટોલ પ્લાઝામાં વધારો કરવામાં આવી રહ્યો છે. અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર એપ્રિલ સુધીમાં વધુ ચાર ટોલપ્લાઝા શરૂ થઈ જશે. એટલે વાહનચાલકો પર વધુ ભારણ આવશે. હાઈવે ઓથોરિટી દ્વારા ટોલપ્લાઝાના દરમાં પણ રાતોરાત વધારો કરાતો હોય છે. તાજેતરમાં અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર કરજણ પાસેના ટોલ પ્લાઝામાં તોતિંગ વધારો ઝીંકાયો હતો.

ગુજરાતમાં 9 નેશનલ હાઇ-વે એવા છે જેના પર ટોલ ટેક્સની કમાણી હાઇ-વેના નિર્માણ ખર્ચ કરતાં વધુ થઇ ગઇ છે. કેન્દ્ર સરકારે લોકસભામાં આપેલા જવાબ મુજબ, રાજ્યના 53 ટોલ પ્લાઝા પરથી હાલ સુધી 24780 કરોડ ટોલ વસૂલાયો છે. આ 9 નેશનલ હાઇ-વે બનાવવાનો ખર્ચ 11061 કરોડ થયો હતો, જેના પર અત્યાર સુધી 19483 કરોડ ટોલ લોકો પાસેથી વસૂલાયો છે. ભરૂચ-સુરત, અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે, વડોદરા-ભરૂચ અને ગારામોર-સામખિયાળી એવા નેશનલ હાઇ-વે છે જેના પર નિર્માણ ખર્ચ કરતાં બમણો ટોલ ટેક્સ વસૂલાયો છે. અન્ય એક જવાબ કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે, છેલ્લાં પાંચ વર્ષમાં ગુજરાતમાં 1464 કિલોમીટર રોડને નેશનલ હાઇ-વેનો દરજ્જો મળ્યો છે. ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટીના તાજેતરના રિપોર્ટ મુજબ, રાજ્યમાં નેશનલ હાઇવે પર 3500થી વધુ અકસ્માતમાં 2100 લોકોના મોત અકસ્માતમાં નીપજ્યાં હતા.

Advertisement

હાઈવે ઓથોરિટીના સૂત્રોના કહેવા મુજબ કંડલા-મુન્દ્રા હાઇવે 954 કરોડના ખર્ચે બન્યો હતો. હાલ સુધી તેના 79% એટલે કે 753 કરોડ રૂપિયા ટોલ ટેક્સથી વસૂલવામાં આવ્યા છે. બામણબોર-ગારામોર હાઇવે 446 કરોડના ખર્ચે તૈયાર થયો.તેના 55% એટલે કે 244 કરોડ ટોલથી વસૂલાયા છે. અમદાવાદ-ગોધરા હાઇવે 1155 કરોડમાં બન્યો. તેના 52% એટલે કે 605 કરોડ ટોલથી વસૂલાયા છે.

ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટીના કહેવા મુજબ, વર્ષ 2019થી 2023 દરમિયાન રાજ્યમાં કુલ 9860 લોકોએ નેશનલ હાઇવે પર રોડ પર અકસ્માતમાં જીવ ગુમાવ્યો હતો. 2023માં જ 3505 અકસ્માતમાં 2178 લોકોએ જીવ ગુમાવ્યો હતો. જ્યારે 1748 લોકોને ગંભીર ઇજા પહોંચી હતી અને તેમને હોસ્પિટલ જવાની જરૂર પડી હતી. જ્યારે 1207 લોકોને સામાન્ય ઇજા પહોંચી હતી. વર્ષ દર વર્ષ નેશનલ હાઇ-વે પર થતાં અકસ્માતમાં વધારો થયો છે.

ગુજરાતમાં 2019-20થી 2023-24 દરમિયાન સ્ટેટ રોડ, ગ્રીનફિલ્ડ સ્ટ્રેચ મળીને કુલ 1464 કિલોમીટરના રોડને નેશનલ હાઇવે તરીકે સૂચિત કરવામાં આવ્યો છે. આ મામલે ગુજરાત દેશમાં ત્રીજા ક્રમે છે. સૌથી વધુ અરુણાચલ પ્રદેશમાં 1830 કિમી અને આંધ્ર પ્રદેશમાં 1774 કિમી રોડ નેશનલ હાઇવે તરીકે નોટિફાઇ કરવામાં આવ્યો છે. ગુજરાતમાં 2022-23માં સૌથી વધુ 844 કિમીનો રોડ નેશનલ હાઇવે તરીકે સમાવાયો છે.

Advertisement
Tags :
24780 crore toll tax collected53 toll plazasAajna SamacharBreaking News GujaratigujaratGujarati AkhbarGujarati HeadlinesGujarati newsGujarati News ChannelGujarati NewspaperGujarati ReportGujarati samacharLatest News Gujaratilocal newsLocal SamacharLokpriya SamacharMajor NEWSMota BanavNews ArticleNews BlogNews in GujaratiNews LiveNews UpdatesPopular NewsSamachar ArticleSamachar BlogSamachar LiveSamachar SamacharTaja Samacharviral news
Advertisement
Next Article