અસદ અલી U-13 સાઈઝીંગ ટ્રોફી સિઝનની મેચમાં GCI(B)ની ટીમે યુનિકોર્ન ક્રિકેટ કલબની ટીમને 9 વિકેટથી હરાવી
અમદાવાદઃ અસદ અલી અંડર 13 રાઈઝીંગ ટ્રોફી સિઝન-2ની 30 ઓવરની મેચ યુનિકોર્ન ક્રિકેટ કલબ અને GCI(B) વચ્ચે અમદાવાદના અસદઅલી ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાઈ હતી. જેમાં GCI(B)ની ટીમનો નવ વિકેટથી વિજય થયો હતો.
GCI(B)ની ટીમે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ લીધી હતી. પ્રથમ બેટીંગ કરવા ઉતરેલી યુનિકોર્ન ક્રિકેટ કલબની ટીમે 30 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને 105 રન બનાવ્યાં હતા. યુનિકોર્ન ક્રિકેટ કલબ વતી કેપ્ટન જયદત્તસિંહ ઝાલાએ સૌથી વધારે 46 રન બનાવ્યાં હતા. જેનીલએ 14, મંથન સંઘાણીએ 10 તથા યશવીરે 10 બનાવ્યાં હતા. જ્યારે GCI(B) તરફથી વિવાન ત્રિવેદીએ છ ઓવરમાં 23 રન આપીને 2 તથા હેનીલ પટેલે છ ઓવરમાં 20 રન આપીને બે વિકેટ ઝડપી હતી. જ્યારે માહીર અજય પટેલે ચાર ઓવરમાં 11 રન આપીને એક વિકેટ ઝડપી હતી.
106 રનનો પીછો કરવા ઉતરેલી GCI(B)ની ટીમનો ઓપનર્સએ સારી શરૂઆત આપી હતી. જેવીન તથા માહિર વચ્ચે પ્રથમ વિકેટ માટે 103 રનની ભાગીદારી થઈ હતી. જેવીન 34 રન બનાવીને યુવી ખાનપરાની ઓવરમાં એલબીડબ્લયુ થયો હતો. જ્યારે માહિર પટેલે 50 રનની પારી રમીને ટીમને જીત અપાવી હતી. GCI(B)ની ટીમે 18.1 ઓવરમાં જ 107 રન બનાવીને યુનિકોર્ન ક્રિકેટ કલબને 9 વિકેટથી પરાજય આપ્યો હતો. દરમિયાન યુનિકોર્ન ક્રિકેટ કલબના બેસ્ટમેન જયદત્તસિંહ ઝાલાએ 7000 રન પુરા કર્યાં છે.