For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

આજે જલારામ જ્યંતી, વીરપુરમાં ભાવિકોએ આતશબાજી કરી બાપાનો જન્મોત્સવ ઊજવ્યો

06:27 PM Nov 08, 2024 IST | revoi editor
આજે જલારામ જ્યંતી  વીરપુરમાં ભાવિકોએ આતશબાજી કરી બાપાનો જન્મોત્સવ ઊજવ્યો
Advertisement
  • વીરપુર ગામને રંગબેરંગી લાઈટ્સથી શણગારાયુ,
  • ઘેરઘેર રંગોળી કરીને આશોપાલવના તોરણો બંધાયા,
  • મંદિરમાં દર્શનાર્થીઓની વહેલી સવારથી જ લાઈનો લાગી

 રાજકોટઃ યાત્રાધામ વીરપુરમાં આજે સંત શિરોમણી  જલારામ બાપાની 225મી જન્મ જ્યંતીની ભારે ઉત્સાહથી ઊજવણી કરવામાં આવી હતી. આજે વીરપુરમાં મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા, ગામમાં ઘેર ઘેર રંગોળી બનાવવામાં આવી હતી. લોકોએ ભારે આતશબાજી કરીને બાપાનો જન્મોત્સવ મનાવ્યો હતો. ગામમાં ઘેર ઘેર આસોપાલવના તોરણો બાંધવામાં આવ્યા હતા. તેમજ ગામને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યું હતું.

Advertisement

જ્યાં ટુકડો ત્યાં હરી ઢુંકડો... ઉક્તિને જીવન મંત્ર બનાવનારા સંત શિરોમણી પૂજ્ય જલારામ બાપાની જન્મ અને કર્મભૂમી વીરપુરધામમાં બાપાની 225મી જન્મ જયંતિની નિમિત્તે લાખો ભાવિકો ઉમટી પડ્યા હતા. અને  બાપાના દર્શન કરી સદાવ્રતનો પ્રસાદ લઈ ધન્યતા અનુભવી હતી.  વીરપુર વેપારી મિત્ર મંડળ દ્વારા સમગ્ર ગામને ધજા, પતાકા તેમજ રોશનીથી શણગારી દિવાળી કરતા પણ વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. વેપારીઓ દ્વારા દુકાનો, હોટેલો તેમજ વીરપુરવાસીઓએ ઘેર-ઘેર આસોપાલવના તોરણ, કેળના પાન, રંગબેરંગી ધજાપતાકા, દીવડાઓ, લાઈટ ડેકોરેશન, આંગણાઓમાં જલારામબાપાના જીવનની ઝાંખી દર્શાવતી રંગબેરંગી રંગોળીઓ પુરવામા આવી હતી. વહેલી સવારે પૂજય બાપાના પરિવારજનો દ્વારા બાપાની સમાધિએ પૂજા અર્ચના કર્યા બાદ નીજ મંદિર દર્શનાર્થીઓ માટે ખુલ્લું મુકતા જન્મ જયંતિ નિમિતે આરતીનો લાભ લેવા ભાવિકોનું ઘોડાપુર મંદિર ખાતે ઉમટી પડયું હતું.

પૂજય બાપાની 225મી જન્મ જ્યંતી હોય સેવાભાવી યુવાનો દ્વારા 225 કિલોની ગુંદી અને ગાંઠિયાના પેકેટ બનાવી ભવિકોને પ્રસાદરૂપે વિતરણ કર્યા હતા. સાથે જલારામબાપાની જન્મ જયંતિ હોય જલારામ ગ્રૂપ દ્વારા કેક કાપી મંદિરેથી શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં પૂજય બાપાના જીવનને ચરિતાર્થ કરતી વિવિધ ઝાંખીઓ સાથેની શોભાયાત્રા સમગ્ર ગામના રાજમાર્ગ પર ફરી હતી. ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ એટલે જલારામબાપાનું વિરપુર ધામ તેમાં કોઈ પણ જાતનું દાન કે ભેંટ પૂજા સ્વીકાર્યો વગર સદાવ્રત ચાલું હોવાને 25 વર્ષ થઈ ગયા છે. આજે પૂજય બાપાની જન્મ જયંતિ નિમિતે દેશ-વિદેશથી પધારેલા લાખો શ્રધ્ધાળુંઑએ પ્રસાદ લીધો હતો.

Advertisement

Advertisement
Tags :
Advertisement