For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

માલપુરની વાત્રક નદીમાં ત્રણ કિશોર ડૂબ્યા, તરવૈયાઓએ મૃતદેહ બહાર કાઢ્યા

02:22 PM Mar 23, 2025 IST | revoi editor
માલપુરની વાત્રક નદીમાં ત્રણ કિશોર ડૂબ્યા  તરવૈયાઓએ મૃતદેહ બહાર કાઢ્યા
Advertisement
  • ત્રણેય કિશોરો નદીમાં નહાવા પડ્યા હતા
  • એક-બીજાને બચાવવા જતા ત્રણેય કિશોરો ડૂબ્યા
  • પોલીસે ઘટના સ્થળે પહોંચીને તરવૈયાઓની મદદ લીધી

માલપુરઃ શહેર નજીક પસાર થતી વાત્રક નદીમાં ત્રણ કિશોરો નહાવા પડ્યા હતા. જેમાં નદીમાં ચીકણી માટીને લીધે એક કિશોરનો પગ લપસતા તે ઊંડા પાણીમાં ડૂબવા લાગ્યો હતો આથી તેને બચાવવા જતા બન્ને કિશોરો પણ એક પછી એક જતા તે પણ ડૂબવા લાગ્યા હતા. અને ત્રણેય કિશોરોના ડૂબી જતા મોત નિપજ્યા હતા. ઘટનાને પગલે આસપાસના લોકો એકત્રિત થઇ ગયા હતા અને સમગ્ર મામલે પોલીસને જાણ કરી હતી. જેને લઇ પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. અને તરવૈયાઓની મદદથી ત્રણેય કિશોરના મૃતદેહને નદીમાંથી બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે માલપુર સી.એચ.સી સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યા હતો.

Advertisement

માલપુરમાં વાત્રક નદીમાં નહાવા પડેલા ત્રણ કિશોરના ડૂબી જવાથી મોત થયા છે. આ દુર્ઘટના માલપુર-લુણાવાડા હાઈવે પર આવેલા વાત્રક નદીના જૂના પુલ પાસે બપોરે 3 વાગ્યાના સુમારે બની હતી. ત્રણે કિશોર માલપુર કસબા વિસ્તારના હોવાનું જાણવા મળ્યું છે. અને મૃતકોમાં  સુલતાન ઈમ્તિયાઝ દીવાન (14 વર્ષ), રોનક સમજુભાઈ ફકીર (12 વર્ષ) અને સાહબાઝ સીરાઝ પઠાણ (14 વર્ષ)નો સમાવેશ થાય છે.

પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, વાત્રક નદીમાં ત્રણ કિશોરો ડૂબ્યા હોવાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. અને તરવૈયાઓની મદદ લઈને ત્રણેય કિશોરોના ડેડબોડી બહાર કાઢવામાં આવ્યા હતા.ત્રણેય કિશોરો નદીમાં નાહવા પડ્યા હતા. દરમિયાન નદીમાં ચીકણી માટી હોવાના કારણે એક કિશોર ડૂબવા લાગ્યો હતો. તેને બચાવવા જતાં અન્ય બે મિત્ર પણ પાણીમાં ગરકાવ થયા હતા.  આ કરુણ ઘટનાથી ત્રણેય કિશોરના પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે અને સમગ્ર માલપુર નગરમાં માતમ છવાયો છે. માલપુર પોલીસે આ ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટના નાના બાળકો અને તેમના વાલીઓ માટે એક ચેતવણીરૂપ કિસ્સો છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement