For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

કાશ્મીરના પહેલગામમાં આંતકી હુમલામાં ત્રણ ગુજરાતીના મોત, મૃતદેહો આજે વતનમાં લવાશે

05:44 PM Apr 23, 2025 IST | revoi editor
કાશ્મીરના પહેલગામમાં આંતકી હુમલામાં ત્રણ ગુજરાતીના મોત  મૃતદેહો આજે વતનમાં લવાશે
Advertisement
  • આંતકી હુમલામાં ભાવનગરના પિતા-પૂત્ર અને સુરતના યુવાનું મોત
  • પહેલગામમાં માર્યા ગયેલા પ્રવાસીઓના પરિવારોને 10 લાખની સહાય
  • મણીનગરમાં સ્થાનિકો લોકોએ મૃતકોને શ્રદ્ધાંજલિ આપી

અમદાવાદઃ  જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં ગઇકાલે તા. 22 એપ્રિલના રોજ થયેલા આતંકવાદી હુમલામાં 27 પ્રવાસીએના મોત થયા છે. જેમાં ત્રણ ગુજરાતીઓનો પણ સમાવેશ થાય છે. ભાવનગરના પિતા-પુત્ર અને એક સુરતના યુવકનું મોત થતા ત્રણેય મૃતકોના મૃતદેહ આજે સાંજ સુધીમાં ગુજરાત લાવવામાં આવશે. જેમાં હવાઇ માર્ગે શ્રીનગરથી મુંબઇ મૃતદેહ લવાયા બાદ મુંબઈથી સુરત યુવાનો મૃતદેહ લવાશે. તેમજ મુંબઈથી વિમાન માર્ગે પિતા-પૂત્રના મૃતદેહને ભાવનગર લવાશે.

Advertisement

જમ્મુ અને કાશ્મીરના અનંતનાગ જિલ્લાના પહલગામમાં ગઈકાલે તા, 22મી એપ્રિલે થયેલા આતંકવાદી હુમલામાં સુરતના યુવકનું અને ભાવનગરના પિતા-પુત્રનું મોત નીપજ્યું હતું. ગુજરાતના ત્રણ પ્રવાસીના મોત થતાં ગુજરાત સરકારે જમ્મુ-કાશ્મીર સરકારનો સપર્ક કર્યો હતો. અને ત્રણેય મૃતદેહ વિમાન માર્ગે ગુજરાત લાવવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આજે સાંજ સુધીમાં ત્રણેય મૃતદેહ તેમના પરિવારજનોને સોંપી દેવામાં આવશે.મૃતકના નામ શૈલેષભાઈ હિંમતભાઈ કળથિયા (સુરત),  યતીશભાઈ સુધીરભાઈ પરમાર (ભાવનગર), અને સ્મિત યતીશભાઈ પરમાર (ભાવનગર) હોવાનું જાણવા મળ્યું છે.

જમ્મુ કાશ્મીર સરકારે પહેલગામ આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા લોકોના પરિવારોને 10 લાખ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી છે. આ ઉપરાંત ગંભીર ઈજાગ્રસ્તને 2 લાખ રૂપિયા અને સામાન્ય ઈજાગ્રસ્તને 1 લાખ રૂપિયા આપવામાં આવશે. આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા માટે આજે સવારે મણીનગર વિસ્તારમાં મહાદેવ યુવક મંડળ અને મણિનગર યુથ ફેડરેશન તેમજ સ્થાનિક નાગરિકો દ્વારા તમામ મૃતકોને ભાવભીની શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. સ્થાનિક લોકો દ્વારા ભગવાનને પ્રાર્થના કરવામાં આવી હતી કે જે લોકો ઈજાગ્રસ્ત છે તે જલ્દીથી સાજા થાય અને મૃતકોની આત્માને શાંતિ મળે તેના માટે ભાવભીની શ્રદ્ધાંજલિ આપી હતી.

Advertisement

રાજકોટથી જમ્મુ કાશ્મીર ફરવા ગયેલા 2 કપલ શ્રીનગરમાં અટવાયા હોવાની માહિતી સામે આવી છે. જે પૈકી પ્રવાસી રુચિ નકુમે આપવીતી વર્ણવતા જણાવ્યું હતું કે, ઘટના ખુબજ દુઃખદ બની છે. અમે પણ ગભરાયેલા છીએ. અત્યારે તમામ ફરવાના સ્થળો મિલિટ્રી છાવણીમાં ફેરવાયા છે. જમ્મુ કાશ્મીરથી ફલાઈટના ભાવ વ્યક્તિ દીઠ 25થી 35 હજાર સુધી પહોંચી ગયા છે. ફરવાના સ્થળો કેન્સલ કરી પ્રવાસીઓ પોતાના વતન તરફ રવાના થયા છે. મુખ્ય માર્ગ પર ભુસખ્લનને કારણે બંધ છે. ટ્રેન, ફલાઇટમાં વેઇટિંગથી પ્રવાસીઓ હેરાન પરેશાન થઇ રહ્યા છે.

ભાવનગર જિલ્લા કલેક્ટર ડો. મનીષકુમાર બંસલે જણાવ્યું હતું કે, ભાવનગરથી 20 લોકો કાશ્મીર ગયા હતા. જેમાં ગઇકાલે પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં કાળિયાબીડ વિસ્તારમાં રહેતા પિતા-પુત્રના મોત થયા છે. જ્યારે એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થતાં ત્યાં સારવાર હેઠળ છે. પ્રશાસન દ્વારા મૃતક પિતા-પુત્રના મૃતદેહને આજે ત્રણ વાગ્યાની ફ્લાઇટમાં હવાઈ માર્ગે શ્રીનગરથી મુંબઇ લાવવામાં આવશે અને મુંબઇથી ભાવનગર લાવવામાં આવશે. આ સાથે અન્ય 17 લોકોને પણ સુરક્ષિત રીતે હવાઈ માર્ગે મુંબઈ અને ત્યારબાદ ભાવનગર લાવવામાં આવશે.

Advertisement
Tags :
Advertisement