હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

મહેસાણાના જોટાણામાં જીએસટીના નકલી ત્રણ અધિકારી તોડ કરતા પકડાયા

04:12 PM Jun 22, 2025 IST | revoi editor
Advertisement

મહોસાણાઃ જિલ્લાના જોટાણામાં જીએસટીના અધિકારીઓના સ્વાંગમાં આવેલા ત્રણ શખસોએ વેપારીને ધમકાવીને 5 લાખ રૂપિયાની માગણી કરી હતી. પણ દૂકાનદાર વેપારીને શંકા જતા તેને પોલીસને જાણ કરી હતી. પોલીસે પહોંચીને ત્રણેય શખસોને પૂછતાછ કરીને આઈકાર્ડ માગતા આરોપીઓ ગભરાયા હતા. અને જીએસટીના નકલી અધિકારીનો ભાંડો ફુટ્યો હતો. પોલીસે ત્રણેય શખસોની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

ગુજરાતમાં નકલી પોલીસ, જજ, વકીલ, શિક્ષક, ડૉક્ટર, PMO અધિકારીની ભરમાર વચ્ચે રાજ્યમાં નકલી GST અધિકારી ઝડપાયા છે. ત્રણ જણા નકલી  GST અધિકારી બનીને મહેસાણાના જોટાણામાં આવેલી દુકાનમાં તપાસમાં આવ્યા હતા. જીએસટી અધિકારી તરીકેની ખોટી ઓળખ આપીને કાયદેસરની કાર્યવાહી કરવાની દુકાનદારને ધમકી આપી 5 લાખ રૂપિયાની માંગણી કરી હતી. આ મામાલે સાંથલ પોલીસે ત્રણેય વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સૂત્રોના કહેવા મુજબ  મહેસાણાના જોટાણામાં આવેલી ન્યૂ બેસ્ટ પ્રાઇઝ નામની દુકાનમાં તપાસ અર્થે આવેલા ત્રણ શખસોએ GST અધિકારીઓ તરીકે ખોટી ઓળખ આપી દુકાનદાર ઇલિયાસ મલિકને ધાકધમકી આપી 5 લાખ રૂપિયાની માંગણી કરી હતી. દુકાનદારને શંકા જતાં પોલીસનો સંપર્ક કર્યો હતો. આ મામલે સાંથલ પોલીસે સિદ્ધિ દવે, શર્મિલા પટેલ અને કિરણ પટેલ નામના ત્રણેય નકલી GST અધિકારીઓ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં પોલીસને શર્મિલા નામની મહિલા પાસેથી એક સાપ્તાહિક ન્યૂઝ પેપરનું આઇકાર્ડ મળી આવ્યું હતું.

Advertisement

Advertisement
Tags :
Aajna SamacharBreaking News Gujaraticaught vandalizingfake GST officerGujarati AkhbarGujarati HeadlinesGujarati newsGujarati News ChannelGujarati NewspaperGujarati ReportGujarati Samac arGujarati samacharJotanaLatest News Gujaratilocal newsLocal SamacharLokpriya SamacharMajor NEWSMota BanavNews ArticleNews BlogNews in GujaratiNews LiveNews UpdatesPopular NewsSamachar ArticleSamachar BlogSamachar LiveSamachar SamacharTaja Samacharviral news
Advertisement
Next Article