બાબર આઝમ વિશે કોમેન્ટ કરનારી પાકિસ્તાનની આ અભિનેત્રીની મુશ્કેલીઓ વધી
બાબર આઝમના ચાહકો પાકિસ્તાની અભિનેત્રી નાઝીશ જહાંગીરને જોરદાર ટ્રોલ કરી રહ્યા છે. હકીકતમાં, જહાંગીરની પ્રતિક્રિયા તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર સામે આવી છે. તેણીને પૂછવામાં આવ્યું કે જો બાબર આઝમ તેણીને પ્રપોઝ કરે તો તેણીની પ્રતિક્રિયા શું હશે? નાઝીશે કહ્યું, "હું તેનો પ્રસ્તાવ નકારીશ." પાકિસ્તાની ટીમના સ્ટાર બેટ્સમેનના ચાહકોને તેનો આ જવાબ ગમ્યો નહીં, જેથી તેઓ આ અભિનેત્રીને સતત ટ્રોલ કરી રહ્યા છે.
આ ટીકાઓથી નિરાશ થઈને, નાઝીશ જહાંગીરે કહ્યું, "તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે કે તેઓ ફક્ત મારું નામ જ નહીં પરંતુ બાબર આઝમનું નામ પણ બગાડી રહ્યા છે. આ લોકો બાબરનું સન્માન અને આદર કરવાનો દાવો કરે છે, પરંતુ તેમનું વર્તન એકદમ ખરાબ છે. મને તેમના માટે દુ:ખ થાય છે." નાઝીશ પર એટલી હદે ટ્રોલ ટિપ્પણીઓનો વરસાદ થયો કે તેણે પોતાનું એકાઉન્ટ પ્લીકને બદલે હવે પ્રાઈવેટ કરી નાખવુ પડ્યું છે.
આ દરમિયાન, જહાંગીરનો એક સ્ક્રીનશોટ પણ વાયરલ થયો છે, જેમાં એવી બદલાયેલી ટિપ્પણીઓ કરવામાં આવી છે કે એવું લાગે છે કે તે તેના ટીકાકારો માટે ખૂબ જ અપશબ્દોનો ઉપયોગ કરી રહી છે. તેમણે નકલી ફોટા અને ઓનલાઈન ઉત્પીડન પર નિરાશા પણ વ્યક્ત કરી. આ દરમિયાન, એક અપડેટ પણ બહાર આવ્યું છે કે જહાંગીર વિરુદ્ધ છેતરપિંડીનો કેસ નોંધવામાં આવ્યો છે, તેના સિવાય સિકંદર ખાન નામના વ્યક્તિની પણ ધરપકડ કરવામાં આવી છે અને તેને 22 માર્ચે કોર્ટમાં હાજર થવાનો છે.
લોકોને નકારાત્મકતા ન ફેલાવવાની વિનંતી કરતાં તેણીએ કહ્યું, "મારે ક્રિકેટરો સાથે કોઈ લેવાદેવા નથી. સત્ય એ છે કે હું તે બધાને મારા ભાઈઓ માનું છું. આ સાથે, તેણીએ તેના ટીકાકારોના મોં બંધ કરી દીધા અને એમ પણ કહ્યું કે તે મનોરંજન ઉદ્યોગના કોઈ પણ વ્યક્તિ સાથે લગ્ન કરશે નહીં. નાઝીશ જહાંગીર વિદેશી સાથે લગ્ન કરવા અને લગ્ન પછી વિદેશમાં સ્થાયી થવા માંગે છે. બાબર આઝમ વિશે વાત કરીએ તો, તે 29 માર્ચથી ન્યુઝીલેન્ડ સામે શરૂ થનારી ODI શ્રેણીમાં રમશે.