ગુજરાતની આ દીકરીએ વેઇટ લિફ્ટિંગમાં મેળવી અનોખી સિદ્ધિ, છ ગોલ્ડ મેડલ મેળવ્યા
કોઈપણ પરણિત મહિલા માટે તેનું ઘર અને પરિવાર સંભાળવાની મોટી જવાબદારી હોય છે ત્યારે તેના અમુક શોખ પણ છોડવા પડે છે.ત્યારે એવી પણ મહિલાઓ છે જે પરિવાર સાથે દેશ અને દુનિયામાં કામ સાથે નામ કાઢે છે. આવો જ એક કિસ્સો અંકલેશ્વર જીઆઈડીસીની નિશા પટેલનો છે. નિશા પટેલે માત્ર છ મહિના વેઇટ લિફ્ટિંગની તાલીમ લઈને 6 મહિનામાં 6 ગોલ્ડ મેડલ રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ મેળવ્યા છે. આ સિદ્ધિ તેની ગુજરાતમાં પ્રથમ હશે.
નિશા પંકજ પટેલ ઉંમર વર્ષ 39 તેને 12 વર્ષ પહેલા બાળકના જન્મ પછી 72 કિલો વજન થઈ જતા ડિલિવરી પછી અંકલેશ્વરમાં જીમ જવાનું શરૂ કર્યું હતું .તેણે છેલ્લા નવ વર્ષથી એક જીમમાં ટ્રેઈનર તરીકે કામ કર્યું 53 કિલો વજન કર્યું. ત્યારબાદ ભરૂચ ખાતે આર એસ ફિટનેસ સ્ટુડિયો જીમમાં જતા ત્યાંના કોચ હર્ષિલ પટેલે તેને વેઈટ લીફ્ટિંગ કરવા સલાહ આપતા શોખ ખાતર 1 વર્ષ પહેલાં શરૂ કરેલ. જેમાં તેણે 23 જૂન 2024 માં સુરત ખાતે યોજાનાર ગુજરાત સ્ટેટ પાવર લિફ્ટિંગ સ્પર્ધામાં ત્રણ કેટેગરીમાં જેમાં સ્કોટ, બેન્ચ પ્રેસ અને ડેડલીફ્ટમાં ભાગ લીધો હતો 56 કેજીની આ શ્રેણીમાં ખૂબ ખંતથી ત્રણેયમાં ગોલ્ડ મેડલ મેળવ્યા હતા.
છ મહિના પછી ફરી ડિસેમ્બર મહિનામાં સંઘર્ષ સાથે પુરુષાર્થ કરી ભારતભરની મહિલાઓ યુનાઇટેડ પાવર લિફ્ટિંગ એસોસિએશન મહારાષ્ટ્ર પુનામાં ફોર્થ નેશનલ ચેમ્પિયનશિપ યોજાય હતી. તે સ્પર્ધામાં નિશા પટેલે તેના કોચ સાથે ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં પણ રાષ્ટ્રીય કક્ષાએ ત્રણ કેટેગરીમાં 56 કિ.ગ્રા શ્રેણીમાં ભારત ભરમાં પ્રથમ આવી હતી અને આ ત્રણેય શ્રેણીમાં તેણે ગોલ્ડ મેડલ મેળવ્યા હતા.
નેશનલમાં જીત મેળવ્યા બાદ આંતરરાષ્ટ્રીય એશિયા માટે સિલેક્શન થઈ ગયું છે. આ એશિયન પાવર લિફ્ટ ચેમ્પિયનશિપ આઠ વર્ષ બાદ આ વખતે ફેબ્રુઆરી 2025 માં સુરત ખાતે યોજાશે તેની તૈયારીમાં આજથી જ લાગી ગઈ છુ. છ મહિનામાં છ ગોલ્ડ મેડલની સિદ્ધિ મેળવવા પાછળનો શ્રેય મારા માતા-પિતા અને પતિનો મને દરેક ક્ષેત્રે સહકાર મળ્યો છે.