બોલીવુડની આ અભિનેત્રીએ છૂટાછેડા બાદ બીજી વખત લગ્ન કરવાનું ટાળ્યું
બોલિવૂડના લગ્ન હંમેશા હેડલાઇન્સમાં રહે છે. સેલિબ્રિટીઝના લગ્નના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર છવાયેલા રહે છે. ઘણા સેલેબ્સ હજુ પણ પરિણીત છે પરંતુ કેટલાક અલગ થઈ ગયા છે. બોલીવુડમાં ઘણી એવી અભિનેત્રીઓ છે જેમના લગ્નમાં દગો થયો છે. જે પછી તે ફરી સ્થાયી થવાનો નિર્ણય લીધો જ નથી.
બોલીવુડની અત્રિનેત્રી સંગીતા બિજલાણીએ પૂર્વ ક્રિકેટર મોહમ્મદ અઝહરુદ્દીન સાથે લગ્ન થયાં હતા. 14 વર્ષના લગ્નજીવન પછી, બંને અલગ થઈ ગયા હતા. છૂટાછેડા પછી, સંગીતાનો પ્રેમ પરથી વિશ્વાસ ઉઠી ગયો છે. તે ફરી સ્થાયી થઈ નથી.
બોલિવૂડ અભિનેત્રી અમૃતા સિંહના લગ્ન સૈફ અલી ખાન સાથે થયા હતા. 13 વર્ષના લગ્નજીવન પછી સૈફ અને અમૃતાનો સંબંધ તૂટી ગયો હતો. સૈફથી અલગ થયા પછી, અમૃતાએ ફરી ક્યારેય લગ્ન કર્યા નહીં. તેણે પોતાનું જીવન બંને સંતાનોના ઉછેરવામાં વિતાવ્યું છે. પૂજા ભટ્ટે 2003 માં મનીષ માખીજા સાથે લગ્ન કર્યા હતા. 11 વર્ષના લગ્નજીવન પછી મનીષ અને પૂજા અલગ થઈ ગયા. તે પછી પૂજાએ ફરી ક્યારેય લગ્ન કર્યા નહીં.
બોલીવુડની એક સમયની સુપરસ્ટાર કરિશ્મા કપૂરએ બિઝનેશ મેન સંજય કપૂર સાથે લગ્ન થયાં હતા. કરિશ્મા કપૂરના છૂટાછેડા અંગે હજુ પણ ચર્ચા ચાલી રહી છે. આ લગ્નજીવનમાં તે ખૂબ જ નાખુશ હતી. છૂટાછેડા માટે અરજી કરતી વખતે, તેણીએ સંજય કપૂર પર અનેક આરોપો લગાવ્યા હતા. સંજય કપૂરથી છૂટાછેડા પછી, કરિશ્મા કપૂરે ફરી ક્યારેય લગ્ન કર્યા નહીં. છૂટાછેડા પછી તે એકલી રહે છે.