ઠંડીની ઋતુમાં સાંજે ચા સાથે ટ્રાય કરો ટેસ્ટી પનીર વેજ કટલેસ, જાણો રેસીપી
ઠંડીની મોસમમાં સાંજના સમયે ગરમા-ગરમ અને સ્વાદિષ્ટ નાસ્તો ખાવાનો મન સૌને થાય છે. ચાની ચુસ્કી સાથે જો કંઈક ક્રિસ્પી અને ટેસ્ટી મળી જાય, તો મજા બમણી થઈ જાય છે. આવા સમયમાં જો તમે તમારી સાંજને ખાસ બનાવવા માંગતા હોય, તો પનીર વેજ કટલેટ એકદમ પરફેક્ટ વિકલ્પ છે. પનીર, બટાકા અને તાજી શાકભાજીથી બનેલી આ કટલેટ બહારથી ક્રિસ્પી અને અંદરથી નરમ હોય છે. તેમાં ઉમેરેલા ચટપટા મસાલા અને લીંબુનો સ્વાદ તેને વધુ લાજવાબ બનાવી દે છે.
- સામગ્રી
પનીર – 200 ગ્રામ (કિસેલું)
ગાજર – અડધો કપ (કિસેલું)
કેપ્સિકમ (શિમલા મરચાં) – અડધો કપ (બારીક કાપેલું)
બાફેલા બટાટા – 1 કપ (કિસેલા)
બ્રેડ ક્રમ્બ્સ – 1 કપ
લીલા મરચાં – 2 (બારીક કાપેલા)
આદુ –1નાનો ટુકડો (બારીક કાપેલું)
ડુંગળી – 1 (બારીક કાપેલી)
ધાણા પત્તા –બારીક કાપેલી
લીંબુનો રસ – 2 ચમચી
કાળી મરી પાવડર – અડધી ચમચી
લાલ મરચું પાવડર – અડધી ચમચી
જીરું પાવડર – અડધી ચમચી
ચાટ મસાલો – 1 ચમચી
ગરમ મસાલો – 1 ચમચી
મીઠું – સ્વાદ મુજબ
તેલ – તળવા માટે
- બનાવવાની રીત
એક મોટું બાઉલ લો અને તેમાં બટાટા અને પનીર ઉમેરો. હવે તેમાં ગાજર, કેપ્સિકમ, ડુંગળી, લીલા મરચાં અને આદુ નાખી સારી રીતે મિક્સ કરો. સ્વાદ માટે તેમાં મીઠું, મસાલા, લીંબુનો રસ અને ધાણા પત્તા ઉમેરો અને બધું સરખું મિક્સ કરો. મિશ્રણ બાંધવા માટે તેમાં થોડા બ્રેડ ક્રમ્બ્સ ઉમેરો અને હળવેથી ગૂંધી લો. હવે તમારી પસંદગી મુજબ ગોળ કે ચપટા આકારના કટલેટ તૈયાર કરો. એક નાની વાટકીમાં અરારોટને પાણીમાં ભેળવી સ્લરી બનાવો. તૈયાર કટલેટને પહેલા સ્લરીમાં અને પછી બ્રેડ ક્રમ્બ્સમાં ડબોડો. હવે કડાઈમાં તેલ ગરમ કરો અને મધ્યમ તાપે કટલેટ તળો.બંને બાજુથી સુવર્ણ રંગના થઈ જાય ત્યારેજ કડાઈમાંથી કાઢી ટિશ્યુ પેપર પર મૂકો જેથી વધારાનું તેલ શોષાઈ જાય. હવે ગરમા-ગરમ સ્વાદિષ્ટ પનીર વેજ કટલેટ તૈયાર છે, તેને ટોમેટો સોસ કે લીલી ચટણી સાથે પીરસો અને ચાની સાથે માણો ઠંડીની મઝાની સાંજ.