હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

વડોદરામાં બંધ મકાનમાં ચોરી કરવા ગયેલા ચોરનો પોલીસ પર હુમલો, એકની ધરપકડ

04:41 PM Jun 23, 2025 IST | revoi editor
Advertisement

વડોદરાઃ શહેરના સમા વિસ્તારમાં સંજયનગર નજીક શક્તિપાર્ક સોસાયટીની પાછળના બંધ મકાનમાં તસ્કરો ચોરી કરવા માટે પ્રવેશ્યા હતા. આ અંગે સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરતા પોલીસ દોડી આવી હતી. દરમિયાન ભાગવા જતા તસ્કરોએ તલવાર, ટોમી અને પાના-પકડ જેવાં હથિયારો કાઢી પોલીસ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો અને તસ્કરોએ પોતાની ઇકો કારને પેલીસની પી.સી.આર. વાન સાથે અથડાવીને ડાબી બાજુની સાઇડ લાઇટ અને બમ્પરને નુકસાન પહોંચાડ્યું હતું. જોકે પોલીસે ભાગી રહેલા ત્રણ ચોર પૈકી એકને ઝડપી પાડ્યો હતો અને 2 આરોપીઓ ફરાર થઈ ગયા હતાં. સમા પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે

Advertisement

સમા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અનાર્મ લોકરક્ષક દેવાભાઈ જુંજાજીએ સમા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ પ્રમાણે હું અને આઉટસોર્સ ડ્રાઇવર મોહનભાઈ વલમભાઈ સાથે પી.સી.આર. મોબાઇલ વાનમાં નાઇટ પેટ્રોલિંગ પર હતા, ત્યારે 21 જૂનના રોજ રાત્રે 04:19 વાગ્યે વડોદરા પોલીસ કંટ્રોલ રૂમથી વાયરલેસ દ્વારા સૂચના મળી કે, સમા સંજયનગર નજીક શક્તિપાર્ક સોસાયટીની પાછળના બંધ મકાનમાં ચોર ઘૂસ્યા છે. આ સૂચના આધારે અમારી ટીમ તાત્કાલિક શક્તિપાર્ક સોસાયટી ખાતે પહોંચી હતી, ત્યાં વડોદરા ક્રાઇમ બ્રાંચની બોલેરો ગાડીમાં ત્રણ પોલીસ કર્મીઓ પણ આવી ગયા હતા. અમે સ્થળને ઘેરી લીધું હતું. આ દરમિયાન મકાનમાંથી ત્રણ શંકાસ્પદ ઇસમો બહાર નીકળ્યા હતા અને પોલીસને જોઈ પોતાની ઇકો ગાડી તરફ દોડ્યા હતા., તેમણે ઇકો ગાડીમાંથી તલવાર, ટોમી અને પાના-પકડ જેવાં હથિયારો કાઢી પોલીસ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. એક ઇસમે લોખંડનું વાંદરી પાનું ફરિયાદી તરફ ફેંક્યું હતું. ત્રણેય ઇસમો ઇકો ગાડીમાં બેસી પૂરઝડપે ગાડી ચલાવી પોલીસ તરફ આવ્યા હતાં અને પોલીસે બે સરકારી ગાડીઓ રસ્તા વચ્ચે ઉભી રાખી ઇસમોને રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓ ન રોકાયા. ઇસમોએ પોતાની ઇકો ગાડીથી સરકારી પી.સી.આર. વાનની ડાબી બાજુની સાઇડ લાઇટ અને બમ્પરને નુકસાન પહોંચાડ્યું હતું.

વડોદરા ક્રાઇમ બ્રાંચની બોલેરોના ખાલી સાઇડના ભાગે પણ અથડામણ કરી હતી અને નાસવાનો પ્રયાસ કરતી વખતે ઇસમોએ રસ્તે પાર્ક કરેલી બ્રેઝા કારના જમણા આગળના ભાગે નુકસાન કર્યું હતું. ત્યારબાદ ઇકો ગાડી MGVCLના સીમેન્ટના થાંભલાઓ સાથે અથડાઈ હતી, જેથી બે થાંભલા તૂટી ગયા અને ઇકો ગાડી બંધ પડી ગઈ હતી. ગાડી બંધ પડતાં ત્રણેય ઇસમો ગાડીમાંથી નીચે ઉતરી નાસવાનો પ્રયાસ કરવા લાગ્યા હતા. બે ઇસમોએ ધારદાર તલવાર જેવા હથિયારથી પોલીસ પર જીવલેણ હુમલો કરવાનો પ્રયાસ કરી નાસી ગયા હતા અને એક ઇસમને પોલીસે પીછો કરી પકડી લીધો હતો. પકડાયેલા આરોપીએ કબુલાત કરી છે કે, અમે ચોરીના ઇરાદે આવ્યા હતા અને મારા મિત્રો ગુરમુખસિંહ અને સુનીલસિંહ ઈકો કાર લઈને મને મારા ઘરે લેવા માટે આવ્યા હતા. પકડાયેલ આરોપીનું નામ  રણજીતસિંહ ઉર્ફે જીતસિંહ જનરેલસિંહ જુની (સીકલીગર), (રહે. રામનગર, સરસ્વતી સ્કૂલની પાછળ, આજવા રોડ, વડોદરા) હોવાનું જાણવા મળ્યું છે.

Advertisement

Advertisement
Tags :
Aajna SamacharBreaking News GujaratiGujarati AkhbarGujarati HeadlinesGujarati newsGujarati News ChannelGujarati NewspaperGujarati ReportGujarati Samac arGujarati samacharLatest News Gujaratilocal newsLocal SamacharLokpriya SamacharMajor NEWSMota BanavNews ArticleNews BlogNews in GujaratiNews LiveNews UpdatesOne arrestedPopular NewsSamachar ArticleSamachar BlogSamachar LiveSamachar SamacharTaja Samacharthieves attack policevadodaraviral news
Advertisement
Next Article