હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

IPLનું ટાઈટલ જીતવામાં RCB સહિત આ ટીમોને નથી મળી અત્યાર સુધી સફળતા

07:00 PM Mar 24, 2025 IST | revoi editor
Advertisement

આઈપીએલનો રંગારંગ પ્રારંભ થયો છે. આ વર્ષે આઈપીએલનું ટાઈટલ કોણ જીતે છે તે આગામી દિવસોમાં જ ખબર પડશે. પરંતુ આઈપીએલની મોટાભાગની ટીમો ટાઈટલ જીતવામાં સફળ રહ્યાં છે. જો કે, આરસીબી સહિતની ચાર ટીમો હજુ સુધી ટાઈટલ જીત્યું નથી. શું આ વર્ષે આરસીબી સહિતની આ ટીમો પૈકી કોઈ ટીમ ટાઈટલ જીતવામાં સફળ રહે છે કે કેમ તે આગામી દિવસોમાં ખબર પડશે. પરંતુ વિરાટ કોહલીના પ્રશંસકો આ વર્ષે આઈપીએલનું ટાઈટલ આરસીબી જીતે તેવી આશા રાખી રહ્યાં છે.

Advertisement

મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ આઈપીએલના ઇતિહાસમાં સૌથી સફળ ટીમોમાંની એક છે. આ બંને ટીમોએ રેકોર્ડ 5 વખત ટાઇટલ જીત્યું છે. આ ઉપરાંત, કોલકાતા નાઈટ રાઈડર્સે 3 વખત ટ્રોફી જીતી છે. જ્યારે સનરાઇઝર્સ હૈદરાબાદ બે વાર (ડેક્કન ચાર્જર્સ એક વાર) ટાઇટલ જીતી ચૂક્યું છે. આ ટીમો સિવાય, રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઇટન્સ એક-એક વખત ચેમ્પિયન બન્યા છે, પરંતુ આ સિવાય, ઘણી ટીમો એવી છે જે અત્યાર સુધી ચેમ્પિયન બનવામાં નિષ્ફળ રહી છે.

આરસીબી આઈપીએલની પહેલી સીઝનથી રમી રહ્યું છે પરંતુ ટાઇટલ જીતવામાં નિષ્ફળ રહ્યું છે. આ સિવાય દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સ ક્યારેય ટ્રોફી જીતી શક્યા નથી. આ ઉપરાંત, લખનૌ સુપર જાયન્ટ્સનું નામ આ યાદીમાં સામેલ છે. અત્યાર સુધી આ ટીમ IPLનો ખિતાબ જીતવામાં નિષ્ફળ રહી છે.

Advertisement

Advertisement
Tags :
didn'tgetincludingIPLRCBsuccessTeamsTitlewinning
Advertisement
Next Article