હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

લખતરના ઐતિહાસિક ગઢની દીવાલ બની જર્જરિત, દીવાલમાંથી પથ્થરો નીકળવા લાગ્યા

05:31 PM Jan 23, 2025 IST | revoi editor
Advertisement

સુરેન્દ્રનગરઃ જિલ્લાનું લખતર શહેર ઐતિહાસિક ગણાય છે. અને  વર્ષો પહેલા ગામ ફરતે બંધાયેલો કિલ્લો આજે પણ અડિખમ રીતે ઊભો છે. પણ તંત્રની લાપરવાહીને કારણે હવે આ કિલ્લો જર્જરીત બની રહ્યો છે. દીવાલમાંથી પથ્થરો પણ નીકળવા લાગ્યા છે. ત્યારે લખતરનાં ઠાકોર સાહેબે પણ આ કિલ્લો સરકાર હસ્તગત કરી જાળવણી કરે એવી સરકારને રજુઆત કરી છે.

Advertisement

લખતરની વિરાસત સમો અંદાજિત 130 વર્ષથી વધુ વર્ષથી અડીખમ ઊભેલો કિલ્લો તંત્રની અને સરકારની ધ્યાન ન આપવાની નીતિને કારણે જાળવણીનાં અભાવે ધીમે ધીમે વિનાશ તરફ જઈ રહ્યો હોય તેવો ઘાટ સર્જાયો છે. ગઢની દીવાલમાંથી પથ્થર નીકળવા લાગ્યા છે. જો આ પ્રમાણે પથ્થરો નીકળતા રહેશે, તો કિલ્લો ધ્વસ્ત બની જશે. સરકાર દ્વારા પણ અગાઉ 100 વર્ષ કરતા જૂની ઈમારતોને હેરિટેજમાં સમાવવા માટેની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે લખતરમાં અંદાજે 130 વર્ષથી ગામ ફરતે ગામની રક્ષા કરતો કિલ્લો અડીખમ ઉભેલો છે. પરંતુ હાલમાં હવે તે જાળવણીનાં અભાવે ધીમે ધીમે જર્જરિત થઇ રહ્યો છે.

સૂત્રોના કહેવા મુજબ  જિલ્લા કલેક્ટર, અગાઉ સરકારની ટર્મનાં પંચાયત મંત્રી સહિતનાઓને આ કિલ્લાની જાળવણી અંગે રજૂઆતો કરવામાં આવી હતી. તેમ છતાં પરિણામ હાલની તારીખમાં પણ શૂન્ય છે. તંત્ર હોય કે પદાધિકારી તેઓ આ કિલ્લાની જાળવણી પ્રત્યે સતત ઉદાસીનતા દાખવી રહ્યા છે. તેના કારણે આ વિરાસત સમો કિલ્લો હવે ધીમે ધીમે વિનાશ તરફ જઈ રહ્યો છે. અગાઉ કરણી સેના દ્વારા પણ મહારેલી યોજી આ કિલ્લાની જાળવણી માટે આવેદનપત્ર આપવમાં આવ્યું હતું. તેમજ લખતરનાં ઠાકોર સાહેબ દ્વારા પણ આ કિલ્લો સરકાર હસ્તગત કરી જાળવણી કરે તે માટે રજુઆત કરવામાં આવી છે. પરંતુ તંત્ર ધ્યાન આપતું નથી. શહેરનાં કાદેસર તળાવની નજીક આવેલા કિલ્લાના કોઠામાંથી પથ્થર નીકળવા લાગ્યા છે. ત્યારે આ કિલ્લાની જાળવણી થાય તેવી માગ ઊઠી રહી છે.

Advertisement

Advertisement
Tags :
Aajna SamacharBreaking News Gujaratidilapidated wallGujarati AkhbarGujarati HeadlinesGujarati newsGujarati News ChannelGujarati NewspaperGujarati ReportGujarati samacharhistorical fortLAKHTARLatest News Gujaratilocal newsLocal SamacharLokpriya SamacharMajor NEWSMota BanavNews ArticleNews BlogNews in GujaratiNews LiveNews UpdatesPopular NewsSamachar ArticleSamachar BlogSamachar LiveSamachar SamacharTaja Samacharviral news
Advertisement
Next Article