For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

CBI, રેલવે સહિત સરકારી વિભાગોમાં નોકરીની લાલચ આપીને ઠગતી ગેન્ગનો સૂત્રધાર પકડાયો

05:44 PM Oct 27, 2025 IST | Vinayak Barot
cbi  રેલવે સહિત સરકારી વિભાગોમાં નોકરીની લાલચ આપીને ઠગતી ગેન્ગનો સૂત્રધાર પકડાયો
Advertisement
  • મુખ્યસૂત્રધારની કુલ 18 લોકોની ટીમ નોકરીના નામે છેતરપિંડી આચરતા હતા,
  • અમદાવાદ શહેર પોલીસની સાયબર ક્રાઈમ બ્રાન્ચે ઝારખંડથી આરોપીને દબોચી લીધો,
  • નોકરી વાંચ્છુ યુવાનોને ઓફર લેટર આપીને રૂપિયા પડાવતા હતા

અમદાવાદઃ બોરોજગાર શિક્ષિત યુવાનોને સરકારી નોકરીની લાલચ આપીને ફ્રોડ કરીને રૂપિયા પડાવતી ગેન્ગના મુખ્ય સૂત્રધારને અમદાવાદ પોલીસની સાયબર ક્રાઈમ બ્રાન્ચે ઝારખંડથી દબોચી લીધો છે. સાયબર ફ્રોડ ગેન્ગ  ઇન્કમટેક્સ, SBI, રેલવે જેવા અલગ અલગ વિભાગમાં નોકરી આપવાના બહાને લોકો સાથે ઠગાઈ કરી હતી. મુખ્યસૂત્રધારની કુલ 18 લોકોની ટીમ નોકરીના નામે છેતરપિંડી આચરતા હતા.

Advertisement

અમદાવાદ શહેર પોલીસની સાયબર ક્રાઈમ બ્રાન્ચે આંતરરાજ્ય નોકરીની લાલચ આપીને રેકેટ ચલાવનાર મુખ્ય આરોપીની ઝારખંડથી ધરપકડ કરી છે. આરોપી દ્વારા નકલી ઈન્કમટેક્સ ઓફિસર તરીકેની ઓળખ આપીને ઈન્કમટેક્સ, રેલવે અને ભારતીય ફૂડ વિભાગ જેવા અલગ-અલગ શાખામાં નોકરી આપવાના બહાને નકલી નિમણૂકોની ઓફર કરીને છેતરપિંડી આચરવામાં આવતી હતી. સમગ્ર મામલે અમદાવાદ સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. નકલી સરકારી ઓફર લેટર્સથી નોકરી ઈચ્છુક લોકો સાથે છેતરપિંડી કરનારા એક વ્યક્તિને ઝારખંડથી ધરપકડ કરીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.  આરોપી પાસેથી 45થી વધુ બેંક ખાતાની વિગત મળી આવી છે. બેંક ખાતા સામે દેશભરમાં 101 ઓનલાઇન ફરિયાદ થઈ છે. આ ઉપરાંત આરોપી પાસેથી 14 જેટલા સરકારી ઇ-મેલ આઇડી સાથે ભળતાં નામના ઇ-મેલ આઈડી મળી આવ્યા છે.આ કેસ સાથે જોડાયેલા અન્ય આરોપીની શોધખોળ ચાલી રહી છે.અન્ય કોઈ વ્યક્તિઓ સાથે આ પ્રકારે છેતરપિંડી થઈ છે કે કેમ તે મામલે તપાસ ચાલી રહી છે.

શિક્ષિત યુવાનોને સરકારના અલગ અલગ વિભાગમાં નોકરી અપાવવાના બહાને ઓફર લેટર આપીને ગેન્ગ પૈસા પડાવતી હતી. અમદાવાદની યુવતીને IT ઇન્સ્પેક્ટર તરીકે નિમણૂંક આપવાનું કહીને ટ્રેનિંગમાં બોલાવી હતી. ત્યાર બાદ IT ડિપાર્ટમેન્ટના નામનો ખોટો લેટર પણ આપ્યો હતો. આરોપી પાસેથી અલગ અલગ વિભાગના લેટર અને ડોમેઇન કબ્જે કરવામાં આવ્યા છે.આરોપીની ધરપકડ કરી સાયબર ક્રાઈમે વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

અમદાવાદ સાયબર ક્રાઇમમાં મૂળ ઝારખંડમાં રહેતી યુવતીએ ફરિયાદ નોંધાવી હતી કે, તે સરકારી નોકરીની તૈયારી કરતી હતી. આ યુવતી ઝારખંડ ગઈ ત્યારે હાફિઝ અન્સારી નામના વ્યક્તિ સાથે મુલાકાત થઈ હતી. હાફિઝે યુવતીને કહ્યું હતું કે, તમને ઇન્કમટેક્સમાં ઇન્સ્પેક્ટર તરીકે નોકરી જોઈતી હોય તો મારી પાસે ઓળખાણ છે. યુવતીનો અભિષેકસિંગ નામના વ્યક્તિ સાથે સંપર્ક કરાવ્યો હતો.આ અભિષેકસિંગે યુવતીને કહ્યું હતું કે તે ઇન્કમટેક્સ ઓફિસર છે. જે બાદ યુવતીનું મેલ આઇડી માંગ્યું હતું. યુવતીના ઈ-મેલ પર ઇન્કમટેક્સના ભળતા નામથી અભિષેકે ઇ-મેલ કર્યો હતો અને વિગતો માંગી હતી. યુવતીએ વિગતો અને ડોક્યુમેન્ટ આપતા યુવતીના ઇન્ટરવ્યૂ માટે બેંગ્લોર ખાતે બોલાવવામાં આવી હતી.જ્યાં અભિષેક દ્વારા રાખવામાં આવેલા કેટલાક લોકોએ યુવતીનો ઇન્ટરવ્યૂ લઈ કહ્યું કે તે સિલેક્ટ થઈ ગઈ છે. જેથી પ્રોસેસિંગ ફીના ભાગરૂપે 12 લાખ ભરવા પડશે. પરંતુ યુવતીએ 6 લાખ રૂપિયા ભર્યા હતા.પૈસા ભર્યા બાદ યુવતીના 15 દિવસની ટ્રેનિંગ માટે ફરીથી બેંગ્લોર બોલાવી હતી. જ્યાં યુવતીને ભાડાની ઓફિસ અને મોટી હોટલના હોલમાં ટ્રેનિંગ આપવામાં આવી હતી.

Advertisement
Tags :
Advertisement